તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર રેલવે રાષ્ટ્રસ્તરે ચમક્યું, સમય પાલનમાં દેશમાં નંબર વન સ્ટેશન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નિયમિત રીતે અનિયમિતવાળી છાપ હવે તૂટી 
  • સમયસરતા માટે રેલવે તંત્ર દ્વારા દર વર્ષે થતી સમિક્ષામાં ભાવનગર રેલવે રાષ્ટ્રસ્તરે ચમક્યું હતું 

ભાવનગર:સમયસર પહોંચવા અને ઉપડવા મામલે વર્ષોથી બદનામ રહેલી ભાવનગર રેલવેએ છેલ્લા એક વર્ષમાં તેની છાપ સુધારી લીધી છે. સમયપાલન મામલે બેદરકારી દાખવતા અધિકારીઓનાં પ્રમોશન રોકવાં સુધીના પગલાં લઇને અને ડ્રાઇવરોમાં ગંભીર જાગૃતિ સંચાર કરીને પંક્ચ્યુઆલીટી જાળવતાં જાળવતાં ભાવનગર રેલવેએ સમયસર આગમન-પ્રસ્થાન મામલે નંબર વનનું સ્થાન મેળવ્યું છે. તેમ ડીઆરએમ રૈપા શ્રીનિવાસને રેલવે કમ્યુનીટી હોલમાં રેલ સપ્તાહની ઉજવણી દરમ્યાન કહ્યું હતું. 

ભાવનગર રેલવેને સફળતા મળી રૈપા શ્રીનિવાસને જણાવ્યું કે હવે નવા સમયમાં સમયપાલનની બાબતને લઇને રેલવે મંત્રાલય અત્યંત સજાગ છે અને સમયપાલનમાં જ્યાં કસર છોડવામાં આવે છે ત્યાં જવાબદાર અધિકારીના પ્રમોશન રોકવા સુધીના આદેશો જારી કરી દેવાયા છે. ત્યારે છેલ્લા એક વર્ષથી પંકચ્યુઆલીટી જાળવવામાં ભાવનગર રેલવેને સફળતા મળી છે અને ભારતભરમાં નંબર વનનું સ્થાન મેળવ્યું છે. રેલવેમાં ભાવનગર ડીવીઝન દ્વારા તેમ જ રાષ્ટ્ર સ્તરે રેલવે મંત્રાલય દ્વારા દર અઠવાડિયે તેમ જ દર વર્ષે પંક્ચ્યુઆલીટી મામલે સમીક્ષા કરવામાં આવે છે. આ સમિક્ષા દરમિયાન 17 ઝોન અને 67 ડીવીઝનમાંથી ભાવનગર ડીવીઝન સમગ્ર દેશમાં છેલ્લા એક વર્ષમાં નંબર વન મેળવનાર બન્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા એક વર્ષથી જે સ્થાન છે તે સ્થાન આગામી દિવસોમાં જાળવી રાખવાના પ્રયત્નો ભાવનગર ડીવીઝન કરશે.