તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

200 સિંહોની સુરક્ષા માટે 1000 કુવા અપગ્રેડ કરાશે, ડ્રોનથી ટ્રેક પણ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 7 રેન્જના 400થી વધુ ગામોમાં આવેલા 1000 ખુલ્લા કુવાને પેરાપેટથી બાંધવામાં આવશે
  • GPS અને વાયરલેસથી સજ્જ રેપિડ એક્શન માટેની 10 ટીમો બનાવાશે
  • 1.60 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી

ભાવનગર: ગીર અભ્યારણ્યથી બહાર વિચરી રહેલા સિંહોની સુરક્ષાર્થે તાજેતરમાં શેત્રુંજી વન્ય જીવ વિભાગની રચના કરવામાં આવી હતી. આ વિભાગ તળે મુક્તપણે વિહાર કરી રહેલા 200 સિંહોની પાણીની શોધમાં ખુલ્લા કુવામાં ખાબકે નહીં તેના માટે તંત્ર દ્વારા 7 રેન્જના 400થી વધુ ગામોમાં આવેલા 1000 ખુલ્લા કુવાને પેરાપેટથી બાંધવામાં આવશે.

400 ગામોમાં 1000 કુવાને પેરાપેટ બનાવવા 1.60 કરોડ ફાળવાયા: શેત્રુંજી વન્ય જીવ વિભાગ તળે 40 બીટ, 24 રાઉન્ડ, 7 રેન્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. પાલિતાણા, તળાજા, મહુવા, જેસર, રાજુલા, જાફરાબાદ, લીલીયાના 400થી વધુ ગામો તેમાં આવેલા છે. શેત્રુંજી વિભાગના સિંહો પાણીની શોધમાં નીકળે છે, અને વાડી, ખેતર વિસ્તારોમાં આવેલા ખુલ્લા કુવામાં પાણી પીવા આવી શકે અને તેમાં ગબડી પડવાથી તેઓના મોત પણ થઇ શકે. શેત્રુંજી વિભાગ તળેના 200 સિંહોને શરૂઆતથી જ સુરક્ષાના પ્રબંધ વ્યવસ્થિત થઇ શકે તેના માટે સરકારી તંત્ર ગંભીરતાથી આગળ વધી રહ્યું છે. શેત્રુંજી વન્ય જીવ વિભાગની 7 રેન્જના 400થી વધુ ગામોમાં આવેલા 1000 ખુલ્લા કુવાને પેરાપેટ બનાવવા માટે 1.60 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત 7 રેન્જ તળે સિંહો પર નજર રાખવા અને સુરક્ષા પ્રદાન કરવા માટે ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવશે.

રેસ્ક્યુ માટે રેપિડ એક્શનની 10 ટીમો તૈયાર કરાઈ: સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની ઉત્કૃષ્ટ કામગીરીના ફળ સ્વરૂપે સિંહોની સંખ્યામાં સતત વધારો થવાને કારણે એકબીજાની નજીક આવવાથી ઘર્ષણના બનાવ બને છે. આપાતકાલીન સ્થિતિમાં સિંહોને સુરક્ષા આપવા માટે શેત્રુંજી વન્ય જીવ વિભાગ તળે રેપીડ એક્શનની 10 ટીમોની રચના કરવામાં આવનાર છે. ઇજાગ્રસ્ત પ્રાણીને તાત્કાલીક કાયદા વ્યવસ્થાના હિતમાં સારવાર્થે રેસ્ક્યુ ઓછા સમયમાં થવું જરૂરી છે. રેસ્ક્યુ માટે રેપિડ એકશનની 10 ટીમોની રચના કરવામાં આવી છે અને દર ત્રણ રેન્જ વચ્ચે 1 ટીમને જવાબદારી સોંપવામાં આવશે. આમ શેત્રુંજી વન્ય જીવ રેન્જની કામગીરી જડપથી આગળ ધપી રહી છે.

અન્ય સમાચારો પણ છે...