ભાવનગર / એક જ સ્થળે 17,595 દર્દીને વિનામૂલ્યે સારવારનો વિક્રમ સર્જી ગિનિસ બૂકમાં નામ નોંધાવ્યું

17,595 દર્દીને વિનામૂલ્યે સારવારનો વિક્રમ સ્થાપ્યો
17,595 દર્દીને વિનામૂલ્યે સારવારનો વિક્રમ સ્થાપ્યો

  • સ્વ. વિજયભાઇ દવેની સ્મૃતિમાં આયોજિત કેમ્પને મળ્યું ગિનિસ બૂકમાં સ્થાન
  • નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી,સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યાં

Divyabhaskar.com

Sep 16, 2019, 10:02 AM IST

ભાવનગર:શહેરમાં એસ.એન.ડી.ટી મહિલા કોલેજ ખાતે માવતર સંસ્થાના પ્રેરણાસ્ત્રોત સ્વ. વિજયભાઈ દવેની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે માવતર સંસ્થા ભાવનગર, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા નિશુલ્ક મેગા મેડિકલ કેમ્પમાં 17,595 દર્દીને વિનામૂલ્યે સારવારનો વિક્રમ સર્જી ગિનિસ બૂકમાં નામ નોંધાવ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત રહી સ્વ.વિજયભાઇ દવેને પ્રથમ પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

હાર્ટના 14 બાળદર્દી, ડાયાલીસીસના 18 ગંભીર દર્દી, 450ને ચશ્માનું ફ્રીમાં વિતરણ
સૌથી મહત્વની અને ઐતિહાસિક બાબત એ રહી કે આ આ મેગા મેડિકલ કેમ્પમાં 22 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 17,595 લોકોએ આ નિ:શુલ્ક મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો જે ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમા પણ સ્થાન મળ્યું. હાર્ટના 14 બાળદર્દી, ડાયાલીસીસના 18 ગંભીર દર્દી, 450ને ચશ્માનું ફ્રીમાં વિતરણ કરાયું હતું.

17 કરોડના આરોગ્ય સાધનોની ભેટ મળશે
નાયબ મુખ્યમંત્રીએ કેન્સરની સારવાર માટે ભાવનગર જિલ્લાને 17 કરોડના ખર્ચે લિનિયર એક્સીલેટર તેમજ સિટી સિમ્યુલેટર નામના અત્યાધુનિક મશીન ઉપલબ્ધ કરાવવાની પણ જાહેરાત કરી જણાવ્યું હતું કે ભાવનગરના દર્દીએ અમદાવાદ સુધી જવુ ન પડે પડે તેથી આગામી બે વર્ષમાં ભાવનગર જિલ્લાને તમામ સુવિધાઓથી અપાશે.
- અજય ઠક્કર

X
17,595 દર્દીને વિનામૂલ્યે સારવારનો વિક્રમ સ્થાપ્યો17,595 દર્દીને વિનામૂલ્યે સારવારનો વિક્રમ સ્થાપ્યો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી