તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાફરાબાદમાં સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 65 લોકોના ટોળા સામે પોલીસ ફરીયાદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - Divya Bhaskar
જાફરાબાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • એસપી નિરલિપ્ત રાય પણ ઘટના સ્થળે દોડી ગયા
  • પોલીસે કેટલાક યુવાનોને રાઉન્ડ અપ કર્યા છે

રાજકોટ- અમરેલીઃ જાફરાબાદમાં નજીવી બાબતે 2 જૂથો વચ્ચે બોલાચાલી થતા પથ્થરમારો થતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસનો કાફલો દોડી ગયો હતો અને પરિસ્થિતી પર કાબૂ મેળવી લીધો હતો. હાલ પોલીસ દ્વારા 65 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

પોલીસ ધરપકડનો દોર શરૂ કરશે
જાફરાબાદમાં મોડી રાત્રે સામાન્ય બાબતે 2 જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. જેના પગેલ વાતાવરણ તંગ થઈ ગયું હતું. ઘટનાની જાણ થતા પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસના કારણે લોકોના ટોળા વિખેરાઈ જતા પરિસ્થિતી પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. મોડી રાત્રે ઘટનાની ગંભીરતા દાખવી એસપી નિરલિપ્ત રાય પણ જાફરાબાદ પહોંચી ગયા હતા અને અસામાજીક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાય હતી. જેથી આજે પોલીસ દ્વારા 65 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ દ્વારા કેટલાક લોકોને રાઉન્ડપ કર્યા છે. હવે  ધરપકડનો દોર શરૂ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો