વરસાદ / ખાંભા સહિત ગીરના જંગલમાં એક કલાકમાં 4 ઇંચ, તો માળિયામાં અડધી કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો

  • ચોમાસાને સૌરાષ્ટ્રમાં ગોઠી ગયું, ખેડૂતો ચિંતામાં, નવરાત્રિ ગઈ, વરસાદ જતો નથી
  • ગાજવીજ સાથે કોડીનારમાં 2, સૂત્રાપાડાનાં ગ્રામ્ય વિસ્તારમાં 2 અને ગડુમાં દોઢ ઇંચ

Divyabhaskar.com

Oct 10, 2019, 12:11 PM IST

જૂનાગઢ, કોડીનાર, માળિયાઃ વરસાદે જાણે પુરા વર્ષ રહેવાનું નકકી કરી દીધુ હોય તેમ એક દિવસનાં વિરામ બાદ ફરી વરસાદ ઓચિંતો ખાબકી પડે છે. ત્યારે હજુ માંડ ખેડુતો ખેતરે કામે લાગે ત્યાં ફરી પાછો વરસાદ ખાબકી જાય છે. ત્યારે હવે લોકો ખરેખર થાયકા છે. ત્યારે વધુ એક થી બે ઇંચ વરસાદ સોરઠમાં પડી જવા પામ્યો હતો. જેમાં માળિયામાં અડધી કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકી જતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં
કોડીનાર શહેરમાં બપોરે ચાર વાગ્યા આસપાસ ધોમધખતો તડકો હતો. ત્યાં ઓચીંતો જ વરસાદ પડવાનો શરૂ થઇ ગયો હતો અને ગાજવીજ સાથે કલાકમાં બે ઇંચ જેવો વરસાદ પડી જવા પામ્યો છે. તો બીજી તરફ સુત્રાપાડનાં ગ્રામ્ય વિસ્તાર મોરડીયામાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો. તો બીજી તરફ ગડુ તેમજ માળિયામાં બે ઇંચ જેવો વધુ વરસાદ નોંધાવતા ફરી રસ્તાઓ પાણીથી તરબોતળ થઇ ગયા હતાં અને ખેતરોમાં પણ પાણી ભરાઇ ગયાં હતાં. તો બીજી તરફ માળીયામાં અડધી કલાકમાં બે ઇંચ વરસાદ વરસ જતાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતાં. અવિરત વરસાદને કારણે ખેડુતો પણ ચિંતામાં મુકાયા છે. આમ જાણે વરસાદ રોકાવવાનો નામ લેતો ન હોય અને પુરા વર્ષ રહેવાનો હોય તેવું લોકોને લાગી રહયું છે.

ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં અડધાથી બે, ખિલાવડમાં 2 ઇંચ
ગીરગઢડા પંથકમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કાળાડીબાંગ વાદળો ઘેરાવા લાગ્યા હતા. અને ભારે પવન સાથે અર્ધોથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગીરગઢડાના ખીલાવડ ગામે ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે સણોસરી, નગડીયા, નિતલી, વડલી ગામોમાં દોઢ ઇંચ વરસાદ વરસતા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. અને નજીકના ગીરજંગલમાં પણ ભારે વરસાદથી નદી-નાળાઓ માંથી પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે અમુક ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર ઝાંપટા વરસ્યા હતા. આ વરસાદને પગલે કૃપિ પાકોને ભારે નુકસાન થયેલ હોય વરસાદના કારણે વાતાવરણ પણ ઠંડુગાર થયેલ અને ભારે પવન પણ ફુકાયો હતા. જ્યારે ઊના પંથકમાં પણ વાદળો ધેરાયેલા જોવા મળેલ પરંતુ મેઘો વરસ્યો ન હતો. વાદળો ઘેરાવા લાગતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી