તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરામાં ધોધમાર વરસાદ, ગોંડલ અને રાજકોટમાં પણ ધીમીધારે, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાબરા: હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરી છે. તયારે આજે સાંજે બાબરામાં  ધોધમાર  વરસાદ તૂટી પડ્યો હતો. તેમજ ગોંડલમાં પણ ધીમીધારે વરસાદ  વરસ્યો હતો.  બાબરામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં.  એક તરફ શિયાળાની  શરૂઆત છે ત્યાંરે કમોસમી વરસાદ વરસી રહ્યો છે.  રાજકોટ શહેરમાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટણા પડ્યા છે. 
રાજકોટ શહેરમાં પણ ધોધમાર વરસાદ
શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ રાજકોટ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે 25 મિનીટ સુધી ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલ છે. દોઢસો ફૂટ રીંગ રોડ, રામાપીર ચોકડી, માધાપર ચોકડી અને ગોંડલ ચોકડી પર ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ છે. રાજકોટમાં પડેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોની 20,000 ગુણી મગફળી પલળી ગઇ છે. રાજકોટના લોધિકા તાલુકામાં પણ કમોસમી વરસાદ પડતાં જગતનો તાત ચિંતાતુર બન્યો છે.

માર્કેટ યાર્ડમાં પડેલો કપાસ પલળ્યો 
વરસાદથી બાબરા માર્કેટ યાર્ડમાં ખેડૂતોનો અને વેપારીએ ખરીદેલો કપાસ પલળ્યો હતો. આથી થોડીવાર તો યાર્ડના સત્તાધીશો અને વેપારીઓમાં કપાસ ઢાંકવા દોડધામ  મચી ગઈ હતી. આ વર્ષે ચોમાસુ જવાનુ નામ નથી લેતું ત્યાંરે ખેડૂતો પર માંથી બેઠી છે.  વરસાદથી કપાસ, મગફળી અને શિયાળુ પાકને પણ નુકશાન જવાની ભીતિ  છે.  

(રાજુ  બસીયા,  બાબરા )

અન્ય સમાચારો પણ છે...