વાયુ સાયક્લોન / દરિયા વચ્ચે શિયાળબેટ ટાપુ પરથી સગર્ભાને રેસ્ક્યુ કરી બોટ મારફતે હોસ્પિટલ પહોંચાડી, બાળકીને જન્મ આપ્યો

મહિલાને બોટ મારફત દરિયાકાંઠે લવાઇ

  • તંત્રના સંયુક્ત ઓપરેશનથી સગર્ભાને હોસ્પિટલ પહોંચાડી

Divyabhaskar.com

Jun 13, 2019, 06:39 PM IST

અમરેલી: જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામમાં સગર્ભાને પ્રસવ પીડા ઉપડતા એનડીઆરએફ, કોસ્ટગાર્ડ, પીપાવાવ મરિન અને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શિયાળબેટ ગામ દરિયામાં આવેલા ટાપુ પર આવેલું હોવાથી સગર્ભાને બોટ મારફતે સલામત રીતે દરિયાકાંઠે લાવવવામાં આવી હતી. ત્યાર બાદ સગર્ભાને 108 મારફતે રાજુલા હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. હાલ નવજાત બાળકી અને મહિલાની તબિયત એકદમ સ્વસ્થ છે.

જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામની હંસાબેન બીજલભાઈ બાલધીયાને પ્રસુતીની પીડા થતી હતી. શિયાળબેટ ગામની ચારે તરફ દરિયો ગાંડોતૂર બન્યો હતો અને વરસાદ પણ શરૂ હતો. ગામ આખું શિયાળબેટ એકઠુ થયું અને તંત્રને જાણ કરતા કોસ્ટગાર્ડ, પીપાવાવ મરીન પોલીસ, 108, ડોક્ટરો, એન.ડી.આર.એફ.ની ટીમો પ્રાંત અધિકારી મામલતદાર તંત્રનો તમામ સ્ટાફ પોર્ટ જેટી શિયાળબેટ ગામમાં સામાકાંઠે પહોંચ્યો અને મહિલાને કેવી રીતે સારવાર અપાવી અને બહાર કાઢવી તેને લઈ ચિંતામાં મુકાયા હતા. તેવા સમયે શિયાળબેટની અમુક બોટો અને કોસ્ટગાર્ડની આધુનિક બોટ મારફત કોસ્ટગાર્ડના આસિસ્ટન્ટ કમાન્ડો સુધનશુ શેખર રાય, ડેપ્યુટી કમાન્ડો એમ.એમ.મંડી સહિત સ્ટાફ જવાનોની એક ટીમ સાથે શિયાળબેટ પહોંચી રેસ્ક્યુ કરી અને ધસમસતા પ્રવાહ વચ્ચે આ હંસાબેન નામની મહિલાને પોર્ટ પર જેટી સુધી પહોંચાડી અને ત્યારબાદ અહીં આવેલ પ્રાંત અધિકારી કે.એસ.ડાભીની ટીમ, પીપાવાવ મરીન પોલીસ ટીમ, એન.ડી.આર.એફ. ટીમ ડોક્ટરોનો મોટો કાફલો 108 મારફત મહિલાને રાજુલા હોસ્પિટલ રવાના કરાઇ હતી.

આ અંગે અમરેલી જિલ્લા કલેક્ટરે ટ્વિટ કર્યું હતું કે, આ મહિલાને 7માં મહિને પ્રિમેચ્યોર પ્રસવપીડા ઉપડી હતી. ત્યાર બાદ તેને કોસ્ટગાર્ડ અને એનડીઆરએફ દ્વારા રેસક્યુ કરીને હોસ્પિટલ પહોંચડવામાં આવી હતી.

(જયદેવ વરૂ, અમરેલી)

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી