અમરેલી / ખીજડીયા ગામમાં ઘોડા નચાવતી વખતે ઘોડાએ યુવાનની આંખમાં પગ માર્યો, યુવાનની આંખમાં ઇજા

ઘોડાએ પગથી આંખમાં ઇજા પહોંચાડી

Divyabhaskar.com

Feb 15, 2020, 03:09 PM IST
અમરેલી: બગસરાના ખીજડીયા ગામમાં લગ્ન પ્રસંગના ફુલેકા દરમિયાન ઘોડાને નચાવતી વખતે અશ્વ પર સવાર યુવાનની આંખમા બીજા ઘોડાએ પગ માર્યો હતો. જેમાં ઘોડા પર સવાર યુવાનની આંખમાં ઇજા પહોંચી હતી. આ વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સૌરાષ્ટ્રમાં લગ્ન પ્રસંગમાં ફુલેકા દરમિયાન મોટી સંખ્યામાં ઘોડા એકઠા કરવામાં આવે છે.
15 દિવસ પહેલા ધારી પંથકમાં ઘોડાને નચાવતી વખતે બેકાબૂ બન્યો હતો
ઉલ્લેખનિય છે કે, 15 દિવસ પહેલા ધારી પંથકમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘોડાને નચાવતી વખતે તે બેકાબૂ બન્યો હતો. જેથી ઘોડાએ એક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેને વીડિયો શોશ્યલ વીડિયો વાયરલ થયો હતો.
X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી