‘અકસ્માતે ગાંધીજીની પ્રતિમા તૂટી હોય તેવું ઉભું કરી પોલીસને બોલાવીને હંગામો કરવાનો’, 3 ઓડિયોક્લિપ વાઇરલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાઠી તાલુકાના દુધાળા ગામમાં શનિવારે ગાંધીજી પ્રતિમાના અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ટૂકડા કરી નાંખ્યા હતા

અમરેલી: લાઠી તાલુકાના દુધાળા ગામમાં શનિવારે ગાંધીજીની પ્રતિમાના અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી ટૂકડા કરી નાંખ્યા હતા. આ અંગે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. આથી અમરેલી એસપી સહિત આ અંગે તપાસ કરી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયામાં ત્રણ ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં એક શખ્સ બીજા શખ્સને કહે છે કે, અકસ્માતે પ્રતિમા તૂટી હોય તેવું ઉભું કરી પોલીસને બોલાવીને હંગામો કરવાનો છે. તેમજ આ અંગે દાદાને ખબર છે પણ તેનું નામ ન આવે તે ધ્યાન રાખવાનું છે. આથી એસપીએ આ ત્રણેય ઓડિયોક્લિપના આધારે તપાસ હાથ ધરી છે. આ ત્રણેય ક્લિપ ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની હોવાનું સામે આવ્યું છે. 

સીસીટીવીમાં ન આવે તેનું ધ્યાન રાખજો તેવો ઓડિયો ક્લિપમાં ઉલ્લેખ
ઓડિયોક્લિપમાં પ્રતિમા સીસીટીવીમાં ન આવે તેનું ધ્યાન રાખજો તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોળકિયા ફાઉન્ડેશનના માણસો શંકાના દાયરામાં છે. એસ.પી. દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. એસ.પી. નિર્લિપ્ત રાયે ટ્વીટ કરીને ગાંધીજીની પ્રતિમા તૂટવાની ઘટના આકસ્મિક હોય તથ્ય તપાસ બાદ જ બહાર આવશે તેવું જણાવ્યું હતું. આ અંગે લાઠી પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવતા ધોળકિયા ફાઉન્ડેશનના માણસોની મુશ્કેલી વધી શકે છે. 
 

શું કહે છે એએસપી પ્રેમસુખ દેલુ 
આ અંગે એએસપી ઓફિસર પ્રેમસુખ દેલુએ જણાવ્યું હતું કે, મૂર્તિ ટ્રેક્ટરથી ખંડિત થઇ હતી. અંદેર ટ્રેક્ટર પાણી માટે જાય છે તેનાથી ખંડિત થયાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે તેઓના મોબાઇલ કબ્જે કરી એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. તેમજ ટ્રેક્ટર પણ કબ્જે કરી લેવામાં આવ્યું છે. આ બનાવ જે કોઇ પણ સામેલ હશે તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. 
 

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...