તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે, રાજ્યસભામાં પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું: જે.વી. કાકડિયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરવા છતાં પણ અમને મહત્વ મળ્યું નથી
  • હું ગાંધીનગર મારા ક્વાર્ટર પર જ હતો, અજ્ઞાતવાસમાં ગયો નહોતો, જાહેરમાં જ બેઠો હતો

અમરેલી: ધારી-બગસરાના કોંગ્રેસના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ રાજીનામું આપ્યા બાદ પ્રથમવાર મીડિયા સમક્ષ આવ્યા છે. તેઓ પોતાના ચલાલા સ્થિત નિવાસસ્થાન પર પહોંચ્યા છે. અહીં કાર્યકરોનો મેળાવડો જામ્યો હતો. જે.વી. કાકડિયાએ કોંગ્રેસ પર આરોપો લગાવી જણાવ્યું હતું કે, ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે, રાજ્યસભામાં પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું છે.

ભાજપ સાથે કોઇ વાત થઇ નથી
કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે રાજ્યસભામાં પાટીદારોને સ્થાન આપ્યું નથી. રાજીવ સાતવ અને અમિત ચાવડાને રજૂઆત કરવા છતાં પણ અમને મહત્વ મળ્યું નથી. ત્રણ વખત કોંગ્રેસને કહેવા છતાં પણ કોંગ્રેસે એક પણ રાજ્યસભામાં પાટીદારોને મહત્વ ન આપતા રાજીનામું આપ્યું છે. 19 માર્ચે રાજીનામું દીધા પછી હું ગાંધીનગર મારા ક્વાર્ટર પર જ હતો. અજ્ઞાતવાસમાં ગયો નથી, જાહેરમાં જ બેઠો હતો. ભરતસિંહ સાથે વાત થઇ તે સત્ય છે. કોઇ પણ પ્રકારની ભાજપ સાથે વાત નથી થઇ. મારા મતદારો અને ગ્રામ્ય કક્ષાના આગેવાનોને મળીને નિર્ણય કરીશું કે આગળ શું કરવું.

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...