તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી: અમરેલીમા મહિલા પીએસઆઇએ પ્રેમલગ્ન કર્યા બાદ કોન્સ્ટેબલ પતિ સાથે વિખવાદ થતા બંને જુદા રહેતા હતા. દરમિયાન પતિએ જાહેર ચોકમાં જ તેના પર હુમલો કરી માર મારી બાદમાં પીએસઆઇના ક્વાર્ટર પર જઇ ઘરના દરવાજાને પાટા મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મહિલા પીએસઆઈએ આ મામલે સિટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
સંતાનમાં ચાર વર્ષની પુત્રી
મહિલા પીએસઆઇ પર હુમલાની આ ઘટના અમરેલીમા સિનીયર સિટીઝન પાર્ક અને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બની હતી. અહીંના પીએસઆઇ હિરલબેન હસમુખભાઇ સેગલીયાએ આ બારામા આજે અમરેલી એસીબીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા પતિ હસમુખ કાથડભાઇ સેગલીયા અને રાજકોટ જિલ્લામાં જેતપુર ખાતે પોલીસકર્મી તરીકે ફરજ બજાવતા નણદોયા ભાવેશ ચાવડા સામે સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે જણાવ્યું હતું કે, હસમુખ સેગલીયા સાથે પાંચ વર્ષ પહેલા તેમણે પ્રેમલગ્ન કર્યા હતા અને હાલમાં સંતાનમાં ચાર વર્ષની પુત્રી છે. બે વર્ષ ઘર સંસાર ઠીકઠાક ચાલ્યા બાદ કોન્સ્ટેબલ પતિ અવારનવાર ઝઘડો કરી તેને મારકુટ કરતો હતો. દોઢેક માસ પહેલા હિરલબેને પોતાનું એટીએમ કાર્ડ માંગ્યુ તે વખતે પણ પતિએ મારઝુડ કરતા આખરે બંને જુદા થઇ ગયા હતા.
મહિલા PSI પોતાની પુત્રી સાથે પાર્કમાં બેઠા હતા
ગત રાત્રે પીએસઆઇ સેગલીયા પોતાની પુત્રીને લઇને અહીંના સિનિયર સિટીઝન પાર્કમાં બેઠા હતા ત્યારે પતિ સરકારી ગાડી લઇ ત્યાં આવ્યો હતો અને આજે તને મારી નાંખવી છે તેમ કહી લોકોની સામે જાહેરમાં મારકુટ કરી હતી. જેથી આ પીએસઆઇ ડરીને પોતાનું એક્ટિવા લઇ હેડ ક્વાર્ટરમાં પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા. કોન્સ્ટેબલે તેમની પાછળ જઇ દરવાજાને પાટા મારી ભાવેશ ચાવડાને ફોન કરી આજે તેને પતાવી દેવી છે તેવી ધમકી આપી હતી. જો કે તેમણે દરવાજો ખોલ્યો ન હતો અને બાદમાં સિટી પોલીસ મથકે દોડી જઇ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાએ પોલીસબેડામાં ભારે ચર્ચા જગાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.