તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌચરની જમીન ગાયોને નહી મળી તો ખેડૂતોનો વોટ નહિ મળે એવી સ્થિતિ ઉભી કરીશું:તોગડીયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગૌચરની જમીન વીજ કંપનીને ફાળવી દેવાતા પશુપાલકોમાં રોષ
  • આંદોલનકારીઓની મુલાકાત તોગડીયાએ લીધી
બાબરા: બાબરાનાં ચરખા ગામે ગૌચરની જમીનને લઇને વિવાદ ઉભો થયો છે. અહી થોડા દિવસ પહેલા ગૌચરની જમીન કલેકટર દ્વારા જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે ફાળવી દેવામા આવતા અહીના પશુપાલકોમા રોષ ફેલાયો હતો. જેને પગલે પ્રથમ પશુપાલકો જે તે સ્થળ પર માલઢોર સાથે ધસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

માલધારીઓના સમર્થનમા આજે આંતરરાષ્ટ્રી હિન્દુ પરિષદના ડો. પ્રવિણ તોગડીયા અહી દોડી આવ્યા હતા.ગૌચર જમીન ગાયોના પેટ ભરવા માટેની જમીન છે. જેને સરકાર કોઇ દિવસ વેચી ન શકે અને માત્ર અબોલ પશુઓનો અધિકાર છે. મોગલને અંગ્રેજોના સમયમા પણ ગૌચરની જમીન કોઇને આપવાનુ પાપ નહોતુ કર્યુ. 

આ ગૌચરની જમીન ગાયોને નહી આપો તો ખેડૂતોનો વોટ નહિ મળે એવી સ્થિતિ ઉભી કરીશું. આ ઉપરાંત ગામડે ગામડે બોર્ડ લગાવીશુ. તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે પોલીસ અને મામલતદાર ધમકીઓ આપવાનુ કામ ન કરે ધમકીઓ આપવાનુ કામ તો ડાકુઓ કરે છે.

અન્ય સમાચારો પણ છે...