અમરેલી / ફેસબુક ફ્રેન્ડે યુવતીને ચહેરા પર એસિડ ફેંકવાની ધમકી આપી દોઢ લાખના દાગીના પડાવી લીધા

DivyaBhaskar.com

Mar 15, 2019, 11:11 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

 • પહેલા યુવતીનું નકલી આઇડી બનાવી ફ્રેન્ડ બન્યો 
 • ભાંડો ફૂટતા યુવતીને ધમકીઓ આપી બીભત્સ માગણી કરી 
   

અમરેલી: અમરેલીમાં રહેતી 19 વર્ષીય યુવતી કોલેજમા અભ્યાસ કરે છે. જેના ફેસબુક આઇડી પર ધારા પટેલ નામની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવતા તે સ્વીકારી હતી. બંને વચ્ચે અવારનવાર મેસેન્જરમાં વાતચીત થતી હતી અને વોટસએપ નંબરની આપ-લે થઇ હતી. પરંતુ વોટસએપ પર વાતચીત થયા બાદ આ વ્યકિત યુવતી નહીં પરંતુ યુવક હોવાની તેને જાણ થઇ હતી. નંબરના આધારે તપાસ કરતા આ શખ્સ અમરેલીનો વિવેક ઉર્ફે કાનો અનીલ ત્રિવેદી હોવાની જાણ થઇ હતી. આ શખ્સે ત્યારબાદ યુવતી અને તેના ભાઇને ફોન કરી ગાળો દીઇ મારી નાખવાની તથા બદનામ કરી નાખવાની ધમકી આપી યુવતીને લગ્ન માટે દબાણ કર્યું હતું. એટલુ જ નહી યુવતીને ફોન કરી જુદાજુદા સ્થળે બોલાવી પૈસા પડાવતો હતો. ચારેક માસ પહેલા મારે પૈસાની જરૂર છે ગમે ત્યાંથી વ્યવસ્થા કર નહીંતર તારા પર એસીડ ફેંકીશ તેવી ધમકી આપી હતી.

યુવતી ડરને કારણે માતાના દોઢ લાખના દાગીના આપી દીધા

1.જેને પગલે આ યુવતીએ ઘરમાંથી તેની મમ્મીના સોનાના પાટલા, બુટી, હાર, વીંટી, નથડી જેવા રૂપિયા દોઢ લાખની કિંમતના દાગીના લઇ આ શખ્સને આપી દીધા હતા. યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે તેણે ધમકી આપી હોય તેના કારણે તે રોજ યુવાન સાથે ફોનમાં વાત કરતી હતી પરંતુ આ શખ્સ તેની પાસે બિભત્સ માંગણીઓ કરતો હોય આખરે માબાપને વાત કરી હતી અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી. 
સ્કોલરશિપનાં નાણાં પણ યુવકને આપી દીધા
2.આ યુવતીને કોલેજમા સ્કોલરશીપ પેટે આઠ હજાર મળ્યા હતા. પાંચેક માસ પહેલા યુવાને તેને લાયબ્રેરી નજીક બોલાવી જો નાણા નહીં આપે તો ક્યાંયની નહીં રહેવા દઉ તેવી ધમકી આપી હોય તેણે આ નાણા બેંકમાથી ઉપાડી યુવકને આપી દીધા હતા. 
કોલ રેકોર્ડિંગ પણ પોલીસને સોંપાયું
3.ત્રણ દિવસ પહેલા વિવેકને અગાઉ આપેલા દાગીના પરત આપવાનું કહેતા આ શખ્સે હું દવા પીને મરી જઇશ અને તમને બધાને ખોઇ નાખીશ તેવી ધમકી આપી હતી. જેનું કોલ રેકોર્ડિંગ પણ પોલીસને અપાયું હતું. પોલીસે તમામ એવિડન્સ લઇ તપાસ હાથ ધરી છે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી