તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણના આંટાપાટા અને ગલિયારોમાં જવાનો પણ વિચાર નહોતો: મોદી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂપાલા પાઘડી પહેરાવે તે પહેલા વીંખાય જતા પાઘડી ન પહેરાવી

અમરેલી: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે નરેન્દ્ર મોદીની સૌરાષ્ટ્રમાં આજે બીજી સભા છે. અમરેલીની ફોરવર્ડ હાઇસ્કૂલના મેદાનમાં સભાનું આયોજન કરાયું છે. મોદી અમરેલી સભાસ્થળે આવી પહોંચ્યા હતા. તેઓએ સભામાં જણાવ્યું હતું કે, રાજકારણના આંટાપાટા અને ગલિયારોમાં જવાનો પણ વિચાર નહોતો. ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતાની ધરતી છે, આશિર્વાદ લેવા આવ્યો છું. મોદીએ લોકોને કહ્યું પાંચ વર્ષમાં દેશના એકેય ખૂણામાં બોમ્બ ધડાકા થયા છે? આવું કહીને મોદી શું પુલવામાનો હુમલો ભૂલી ગયા કે શું તેવા સવાલો લોકોમાં ઉભા થયા છે. કોંગ્રેસવાળા કહે છે કે સરદાર અમારા પરંતુ હજી કોઇએ માથું ટેકવ્યું નથી, નમન કરી આવો સંસ્કાર સુધરશે. આવું કહી મોદીએ પરેશ ધાનાણી પર આડકતરો પ્રહાર કર્યો હતો. ધાનાણીએ જે તે વખતે સરદાર પટેલના સ્ટેચ્યુને ભંગારનો ભુક્કો કહ્યો હતો.

અમરેલી ક્યારેય પાછું ન પડે, કાલે હનુમાન જયંતિ છે, તૈયારીમાં હસોને? સૌરાષ્ટ્રની ધરતી બાપા બજરંગદાસ બાપાની ધરતી છે. તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. ભુરખિયા હનુમાનના દર્શન કરવા લ્હાવો છે. સારંગપુર જાય કે ભુરખિયા જાય હનુમાનજીનો સંદેશો એક જ છે સેવા. જલારામબાપાના ગુરુ સંત ભોજલરામ બાપા, અહીંયા આવીએ એટલે એની યાદ આવે.  એકબાજુ પાલનપુર અને બીજી બાજુ અમરેલી. કવિઓની આ ધરતીને નમન કરું છું. શાયરોના કવિઓના નામ પૂરા થાય એમ જ નથી. 2001થી મારી નવી જિંદગીની શરૂઆત થઇ જે ગલીમા ક્યારે જવાનો વિચાર નહોતો એ રાજકારણમાં પગ મુક્યો, ભૂકંપ પછી મારી શરૂઆત થઇ. સૌથી લાંબો સમય ગુજરાતની સેવાનો મોકો મને મળ્યો, સુખદ અનુભવ હતો કે આટલા સમય પછી પણ તમે મને ભારે હૈયે વિદાય આપી. ગત બે દાયકામાં અમરેલીની સામાજીક, રાજકીય, સંસ્કૃતિની કોઈ ઘટના નથી કે એમાં મને સાક્ષી ન બનાવ્યો હોય. આ પ્રેમ ઓછો નથી પ્રેમના કારણે જ તમને હકથી કહી શકો.

તમારા દિલમાં એક ભાવ રહ્યો કે નરેન્દ્રભાઈ દૂર તો નહીં જાયને? દિલ્હીની દુનિયા ગમે તેટલી મોટી હોય મોટા લોકોને મળતો હોય ભારતની ચર્ચા વિશ્વ આખામાં થાય ત્યારે એમ થાય કે ગુજરાતે મને શીખવ્યું એટલે કરી શક્યો. ગુજરાતે મારું લાલન પાલન કર્યું છે. દુનિયાની મોટામાં મોટી તાકાત સામે સામી છાતીએ લડ્યો છું. હિન્દુસ્તાનભરને એ વિચારવા મજબૂર કર્યો કે જેને લાંબો સમય ગુજરાત સાંભળ્યું એ દેશ સંભાળશે તો દેશને જાહો જહાલી કરાવશે. લોકો કહેતા સાહેબ સાચવજો. આજે હું જે કંઈ છું તે આપને આભારી છું. મારે મન આજની સભા ચૂંટણી સભા નથી.

પાણી વગર કચ્છ-કાઠિયાવાડ તરસતું હતું. કોંગ્રેસ પાસે પાણી આપો આપો કરતા હતા. 40 વર્ષ પહેલાં સરદાર સરોવર યોજના પૂરી થઇ હતો તો ગુજરાત રંગેચંગે હોત. 40 વર્ષમાં પાણી માટે જે બજેટ ખર્ચ કર્યું એ બીજા કામમાં કરી શકત કે નહીં? સરદાર સરોવર યોજના રોકવાનું કામ કોંગ્રેસના રાજકારણે કર્યું છે જેને ગુજરાતને તરસ્યું રાખ્યું એને ક્યારે માફ ન કરાય. દિલ્હીમાં જઇ 17માં દિવસે બંધ બાંધવાના કામને મંજૂર કરી દીધું, આજે પાણી પહોંચી ગયું. હું કહું છું 26માંથી 26 કમળ તમારી પાસે માંગુ છું, મને માંગવાનો હક છે કે નહીં? સરદાર સાહેબનો દેશ પર કર્જ છે 
અંગ્રેજો તોડી જવાના હતા. ગુજરાતના આ લોખંડી પુરુષ બધાને એક કર્યા ત્યારે આપણે ભારત માતા કી જય બોલી છીએ. તેનું કર્જ ચૂકવું પડે કે નહીં?

હું સાઉથ કોરિયા ગયો એટલે પાકિસ્તાનને એમ કે મોદી કંઈ કરશે નહીં. પાકિસ્તાનને એમ થયું કે મોદી ગુજરાતનો છે એટલે પાકિસ્તાને દરિયાઈ સીમામાં સુરક્ષા વધારી હતી. વિનાશ કરી નાખ્યો કે ન કરી નાખ્યો? સુપડાસાફ કરી નાખ્યા કે ન કરી નાખ્યા. 5 વર્ષમાં દેશના એક પણ ખૂણામાંથી બોમ્બનો અવાજ આવ્યો છે?  કોઈ નિર્દોષ લોકો ઘવાયો છે? કોઈ પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો છે? કોઈ બહને પોતાનો ભાઈ ગુમાવ્યો છે? આને સેવા કહેવાય કે નહીં? ઉરીનો બદલો મોદીએ લીધો કે નહીં? સર્જીકલ સ્ટ્રાઈક કરી કે ન કરી? ઘરમાં ઘૂસી પાકિસ્તાનનો ખેલ પાડ્યો કે ન પાડ્યો? આ મર્દ સરકાર છે. AFSPAનો કાયદો જવાનોને રક્ષા કવચ આપે છે, કોંગ્રેસે રક્ષા કવચ હટાવવાની વાત કહી હતી. સરદાર સાહેબના આત્માને જેટલું દુઃખ પહેલા ક્યારેય નહીં પહોંચ્યું હોય એનાથી વધારે દુઃખ કોંગ્રેસના આ વખતના ઢકોસલાપત્ર દ્વારા પહોંચ્યું છે. રોજના સરેરાશ 10-12 હજાર લોકો સરદાર સાહેબના સ્ટેચ્યુને નમન કરવા આવે છે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બન્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેના પર પણ રાજનીતિ કરવાનું બાકી રાખ્યું નથી. કોંગ્રેસે રાષ્ટ્રદ્રોહ કાયદો ખતમ કરવાની વાત કરી. 

સભા માટે વોટરપ્રુફ ડોમ 

કમોસમી અને આંધી વરસાદના કારણે ઠેકઠેકાણે મંડપ ઉડ્યાની ઘટના બની છે ત્યારે અમરેલી પંથકમાં પણ જો વરસાદી માહોલ હોય તો તેવી આશંકાએ મોદીની સભાનો મુખ્ય ડોમ વોટરપ્રુફ બનાવાયો છે. મુખ્ય ડોમ જર્મન ટેક્નોલોજીનો આંધી સામે ટકી શકે તેવો ઉપયોગમાં લેવાયો છે. જો કે બાજુના બન્ને ડોમ વોટરપ્રુફ નહીં હોય સભા મંડપની બાજુમાં જ હંગામી પીએમ ઓફીસ બનાવાઇ છે.

PM માટે 160 ટનના એેસીનો ઉપયોગ

આ ઉપરાંત બે ગ્રીનરૂમ પણ બનાવાયા છે. જે સંપૂર્ણ એસી છે અને ટોઇલેટની પણ સુવિધા છે. આ ત્રણ રૂમ તથા મંચની આજુબાજુ મળી કુલ 160 ટનના એસી ગોઠવવામાં આવ્યા છે. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના નેતાઓને ઠંડક મળી રહે. અલબત સભામાં આવનાર મેદની માટે થોડા થોડા અંતરે મળી 450 પંખા લગાવવામાં આવ્યા છે. મંડપમાં 25 હજાર ખુરશીઓ લગાવવામાં આવી છે.

વડા પ્રધાન બન્યા બાદ ત્રીજી વખત અમરેલીમાં 

દેશના વડાપ્રધાન બન્યા પછી ત્રીજી વખત નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવ્યા છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ચલાલામાં જનસભા સંબોધી હતી અને ત્યારબાદ અમરેલીમાં અદ્યત્તન યાર્ડના ઉદઘાટનમાં તેમનું આગમન થયું હતું. પ્રધાનમંત્રી આવતા હોય પોલીસના ધાડેધાડા ઉતારી બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાની પોલીસના અહીં ખડકલા કરાયા હતા.