તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજુલામાં સિંહના ટોળાએ ગાયનો શિકાર કર્યો, ખુંખાર સિંહે મિજમાણી માણી, 4 સિંહણોને પાસે ન આવવા દીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મારણ બાદ સિંહે ડણક દેતા 4 સિંહણો ડરીને જતી રહી
  • સિંહોના ડરને કારણે ખેડૂતોએ આખી જાગી ઉજાગરા કર્યા 

અમરેલી: રાજુલાના વાવડી ગામ નજીક આવેલ ખેડૂતની વાડીમાં સિંહોના ટોળાએ ગાયનો શિકાર કર્યો હતો. પરંતુ અહીં એક નર સિંહ ખૂંખાર છે જેના કારણે તેણે આસપાસ રહેલી સિંહણોને મારણ કરવા દીધું નહોતું.  આખી રાત સિંહે ભોજન સાથે મિજબાની માણી હતી. આસપાસમાં રહેલા ખેડૂતો પણ સિંહોના ડરના કારણે આખી રાત જાગી ઉજાગરા કર્યા હતા. 

 

(અહેવાલ- જયદેવ વરૂ, અમરેલી)

1) સોમવારની રાતના 2 વાગ્યાનો બનાવ

અમરેલી જિલ્લામાં આવેલ કોસ્ટલ બેલ્ડ ગણાતા વિસ્તાર રાજુલા પંથકમાં સિંહોની સંખ્યા વધતી જતી હોવાને કારણેરાજુલા પંથક સિંહોનું બની રહ્યું છે. ગત રાત્રે 2 વાગ્યા આસપાસ રાજુલા સાવરકુંડલા રોડ પર આવેલ વાવડી ગામ નજીક રોડ કાંઠે સિંહોના ટોળાએ ગાયનો શિકાર કર્યો હતો. સાથે આ વાડીમાં 4 જેટલી સિંહણો પણ હતી પરંતુ સ્થાનિક ખેડૂતો પાસેથી મળતી વિગત મુજબ આ નર કેસરી સિંહ ખૂંખાર હોવાનું મનાય છે. પહેલા સિંહ અને સિંહણોએ ભોજન માટે મારણ કર્યું અને ત્યારબાદ સિંહે ચારે તરફ ડણક કરી સિંહણોને ડરાવી દીધી હતી. આથી સિંહણો બાજુમાં કપાસના ખેતરમાં જતી રહી હતી.