તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધારી નજીક માતા-પિતાની નજર સામે 2 વર્ષના બાળકને ઉપાડી જઇ દીપડાએ ફાડી ખાધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દીપડાએ બાળકને ફાડી ખાધો - Divya Bhaskar
દીપડાએ બાળકને ફાડી ખાધો
  • બાળકને ઉપાડી જતા માતા-પિતાએ પાછળ દોટ મુકી હતી
અમરેલી: ધારીના ગોપાલગ્રામ ગામમાં દીપડો ઘૂસી આવ્યો હતો. ગામના મફતપરા વિસ્તારમાં ગત રાત્રે 2 વર્ષનો બાળક ઘરમાં સૂતો હતો ત્યારે દીપડો આવી ચડ્યો હતો. માતા-પિતાની નજર સામે જ દીપડાએ બાળકને ઉપાડી ગયો હતો. બાદમાં માતા-પિતા દીપડાની પાછળ દોટ મુકી હતી. પરંતુ દીપડો થોડીવારમાં જ ખેતરોમાં પલાયન થઇ ગયો હતો. બાળકના માતા-પિતાએ બૂમાબૂમ કરતા ગામમાંથી લોકો દોડી આવ્યા હતા શોધખોળ હાથ ધરી હતી. પરંતુ બાળકનો ફાડી ખાધેલા હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. 

1) વન વિભાગને જાણ કરાઇ

નાનકડા ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોના ટોળા અકત્ર થઇ ગયા હતા. બાળકના મોતથી માતા-પિતાએ આક્રંદ કર્યું હતું. બાદમાં સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરૂ મુક્યું હતું. 

 

(જયદેવ વરૂ, અમરેલી) 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો