તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાનાં સૈયદ રાજપરા ગામમાં શંકાસ્પદ હાલતમાં મળેલા સાવજનું ઇનફાઇટથી મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઉનાના સૈયદ રાજપરામાં મોટા સિંહે નાના સિંહને પતાવી દીધો હતો
ઊના:સૈયદ રાજપરા ગામના રહેણાંકીય વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક શંકાસ્પદ હાલતમાં સિંહનું મોત નિપજ્યું હતું. જેના પીએમ રિપોર્ટમાં સિંહનું મોત ઈનફાઈટથી થયું હોવાનું સામે આવ્યું છે.  મહત્વનું છે કે ખેતર પાસે સિંહનું અચાનક શંકાસ્પદ મોત થયાની હકીકત વનવિભાગના અધિકારીને મળતા વનવિભાગના એસસીએફ સહીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સિંહના મૃતદેહને કબ્જે લઇ સિંહના મોતનું કારણ જાણવા પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સિંહ સૈયદ રાજપરાના ગામ વચ્ચે આવેલા તળાવ નજીક ખેતર પાસે બે નર સિંહ નાનો તેમજ મોટો સિંહ બન્ને વચ્ચે ઇનફાઇટ થતાં નાના સિંહને ગંભીર રીતે ઘાયલ કરી દેતા તેમનુ મોત થયુ હોવાનું રીપોર્ટ આધારે આરએફઓ પંડ્યાએ જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો