અકસ્માત / અમરેલીનાં લાઠીમાં હિટ એન્ડ રનની ઘટનામાં જન્મદિવસે જ કૌશિક પટેલ સહિત 2નાં મોત

Divyabhaskar.com

Apr 16, 2019, 12:49 PM IST
કોૈશિક સભાયાનો ફાઇલ ફોટો અને પિયુષ પડસાલાની ઘટના સ્થળેની તસવીર
કોૈશિક સભાયાનો ફાઇલ ફોટો અને પિયુષ પડસાલાની ઘટના સ્થળેની તસવીર

  • કૌશિક સભાયાનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત
  • પિયુષ પડસાલાનું ઘટનાસ્થળે જ મોત

અમરેલી:લાઠીમાં રહેતા કૌશિક પટેલનો ગઈકાલે 18મો જન્મદિવસ હતો. જેથી તે 2 મિત્રોને નાસ્તો કરવા લઈ ગયો હતો. નાસ્તો કરીને ઘરે પરત ફરતી વખતે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કૌશિક સભાયા અને તેના મિત્ર પિયુષ પડસાલાનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં પિયુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે કૌશિકનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

એક સાથે 2 મિત્રનાં મોત:ઘટનાની વિગત અનુસાર ગઈકાલે કૌશિકનો 18મો જન્મદિવસ હોવાથી તે અડતાલા ગામે રહેતાં પોતાના મિત્ર પિયુષ પડસાલાને બાઇકમાં બેસાડી લાઠી નાસ્તો કરવા લઇ ગયો હતો. આ બંને સાથે પીપીયા ગામનો ત્રીજો એક મિત્ર પણ જોડાયો હતો. નાસ્તો કર્યા બાદ કૌશિક અને પિયુષ ત્રીજા મિત્રને પીપળીયા મુકી ત્યાંથી પોતાના ગામ તરફ આવી રહ્યા હતાં. ત્યારે અમરેલી રોડ પર પીપળીયાના પાટીયા પાસે સાંજે 8 વાગ્યા આસપાસ કોઈ અજાણ્યા વાહનચાલકે બાઇકને ઉલાળીને ભાગી જતાં બંને મિત્રો રોડ પર ફેંકાઇ ગયા હતાં અને ગંભીર ઇજા પહોંચી હતી. જે દરમિયાન જરખીયાના જ એક રહેવાસી ઘટના સ્થળેથી પસાર થતાં તેણે બંનેના પરિવારજનોને જાણ કરી હતી અને 108ને બોલાવી હતી. જો કે આ ઘટનામાં પિયુષ પડસાણાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત કૌશિકને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ તેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પરિવારમાં માતમ છવાયો:મહત્વનું છે કે કૌશિક બે ભાઇમાં નાનો હતો અને સરધારના ગુરૂકુળમાં રહી ડિપ્લોમાનો અભ્યાસ કરતો હતો. હાલમાં થોડા દિવસ રજા હોવાથી વતન જરખીયા ગયો હતો. તેના પિતા ખેતી કરી ગુજરાન ચલાવે છે. ત્યારે લાડકવાયાનું જન્મદિવસે જ મોત નિપજતાં સ્વજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. જ્યારે પિયુષ એક બહેનથી નાનો હતો અને માતા-પિતાનો એકનો એક દિકરો હતો. તે પણ અડતાલા ગામે પરિવાર સાથે રહી અગિયારમું ધોરણ ભણતો હતો. આમ એકસાથે 2 મિત્રોના મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે

X
કોૈશિક સભાયાનો ફાઇલ ફોટો અને પિયુષ પડસાલાની ઘટના સ્થળેની તસવીરકોૈશિક સભાયાનો ફાઇલ ફોટો અને પિયુષ પડસાલાની ઘટના સ્થળેની તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી