તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસે અમરેલી-ભાવનગર દરિયાઈ સીમા પર પેટ્રોલિંગ કરી લોકોને એલર્ટ કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કર્યો - Divya Bhaskar
દરિયાકાંઠા વિસ્તારને એલર્ટ કર્યો

અમરેલીઃ પાકિસ્તાન સાથેના તણાવને પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ છે. જેને લઈ પોલીસ દરિયાઈ સીમા પર સતત બોટ પેટ્રોલિંગ કરી તમામ દરિયાઈ ગતિવિધિ પર નજર રાખી રહી છે. આજે(27 ફેબ્રુઆરી)ભાવનગર રેન્જ આઇજી અશોક યાદવે અમરેલી-ભાવનગરની દરિયાઈ સીમા પર બોટ મારફત પેટ્રોલિંગ કરાવ્યું હતું. તેની સાથે સાથે ઉદ્યોગગૃહોને એલર્ટ કરી દરિયાઈ વિસ્તારમાં કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે અપીલ કરી હતી.

 

એસપી અને રેન્જ આઈજી સહિતના અધિકારી જોડાયા
ભાવનગર રેન્જ IG ઉપરાંત અમરેલી SP નિર્લિપ્ત રાય તથા IB, SOG અને LCBના અધિકારીઓએ અમરેલી-ભાવનગરની દરિયાઈ સીમા પર કોમ્બિંગ કરી દરિયાકાંઠાને એલર્ટ કર્યો હતો. તેમજ પીપાવાવ પોર્ટ સહીતની કંપનીની સિક્યુરિટી અને ઔદ્યગિક ઝોન સાથે સંકળાયેલા લોકો સાથે બેઠક કરી હતી.2008માં મુંબઈ હુમલા સમયે કસાબ પીપાવાવ પોર્ટના દરિયાઈ વિસ્તારમાં સવાઈપીર નજીકથી કુબેર નામની બોટ લઈને પસાર થયો હતો. જેને પગલે પોલીસ વધુ એલર્ટ થઈ છે. આ વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાને કારણે પોલીસ કોઈપણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી. (જયદેવ વરૂ, અમરેલી) 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો