તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાબરામાં ખુલ્લામાં સુતેલા 70 વર્ષના વૃદ્ધનું ઠંડીમાં ઠુઠવાતા મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમરેલી પંથકમાં ઠંડીમાં આંશિક રાહત, પારો 14.5 ડિગ્રી

અમરેલી: અમરેલી પંથકમા કાતિલ ઠંડીનું મોજુ ચાલી રહ્યું છે ત્યારે આજે ઠંડીમા આંશિક રાહત થઇ હતી. જો કે બાબરામા અજાણ્યા 70 વર્ષના વૃદ્ધ ખુલ્લામાં સુતા હોય ઠંડીમા ઠુંઠવાઇ જવાથી મોત થયું હતું. આજે ન્યુનતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાયું હતું.

ઠંડીમાં આંશિક ઘડાટો જોવા મળ્યો
અમરેલી પંથકમા છેલ્લા દસ દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો 10 ડિગ્રી આસપાસ ઘુમી રહ્યો છે. શિયાળામા પ્રથમ વખત આ જોરદાર ઠંડીનો રાઉન્ડ આવ્યો છે. જો કે આજે ટાઢમા થોડી રાહત મળી હતી. કારણ કે ન્યુનતમ તાપમાન ઉંચકાયું હતું. અમરેલીમા આજે મહતમ તાપમાન 32.6 ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 14.5 ડિગ્રી રહ્યું હતું. જ્યારે હવામા ભેજનું પ્રમાણ વધીને 70 ટકા પર પહોંચી ગયું હતું. તો બીજી તરફ પવનની ગતિ પ્રતિ કલાક 3.8 કિમીની રહી હતી.
બીજી તરફ ઠંડીના કારણે મોતની જિલ્લામાં બીજી ઘટના બની છે. અગાઉ રાજુલા પંથકમા એક આધેડનુ ઠંડીના કારણે મોત થયા બાદ ગઇરાત્રે બાબરામાં એસટી ડેપો નજીક આશરે 65થી 70 વર્ષના અજાણ્યા વૃદ્ધનુ ઠંડી લાગવાથી મોત થયું હતું. આ વૃદ્ધ અહીં બસ સ્ટેન્ડ નજીક ખુલ્લી જગ્યામાં સુતા હતા અને સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેને પગલે પોલીસે આ દિશામા ધોરણસરની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો