તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સગા માસીયાઇ ભાઇ સહિત 6 શખ્સોએ ચાલતી કારથી લઇ ઘરમાં જ્યાં મોકો મળ્યો ત્યાં સગીરા પર દુષ્કર્મ આચર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અમદાવાદથી શરૂ થયેલો દુષ્કર્મનો સીલસીલો છેક અમરેલી અને કેરીયાનાગસ સુધી ચાલુ રહ્યો
  • અમરેલીની સગીરાએ 6 શખ્સો સામે કરી રાવ, સુસાઇડ નોટ લખતાં ઘટના બહાર આવી હતી
  • દુષ્કર્મથી લઇ સૃષ્ટિ વિરૂધ્ધના કૃત્ય સુધીનો પાશવી જાતીય અત્યાચાર કરવામાં આવ્યો

અમરેલી: અમરેલીની સગીરા પર છ-છ નરાધમોએ વારંવાર દુષ્કર્મ આચર્યાની ચકચારી ઘટનામા આજે આખરે અમરેલી, અમદાવાદ અને સરસઇના છ શખ્સો સામે અમરેલી સિટી પોલીસમા ગુનો નોંધાયો છે. આ નરાધમોએ જુદા જુદા ઘરોથી લઇ ચાલુ કારમાં જ્યાં પણ મોકો મળ્યો ત્યાં સગીરાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. સૌપ્રથમ સગા માસીયાઇ ભાઇએ હવસનો શિકાર બનાવ્યા બાદ સગીરાના મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ આ મિત્રના મિત્રો પણ તેમા જોડાતા ગયા હતા.

સગીરાના પરિવારે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી
છેલ્લા બે દિવસથી અમરેલી શહેરમાં આ પ્રકરણ ચર્ચામાં હતું. ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચેલી સગીરા પાસેથી આખી વાતનો તાગ મેળવી આજે સિટી પોલીસે અમદાવાદમાં નરોડામા રહેતા તેના સગા માસીયાઇ ભાઇ ઉપરાંત જૂનાગઢના સરસઇમાં રહેતા મહાવીર વાળા, અમરેલીમાં નવજીવન હોસ્પિટલ પાછળ માણેકપરામા રહેતા રવિરાજ ઉર્ફે રાજા કાઠી, ટીંબામા રહેતા કુલદીપ કાઠી, અમરેલીનો લાલો ધાખડા અને તેજસ જેબલીયા નામના શખ્સો સામે જુદા જુદા સ્થળે વારંવાર દુષ્કર્મ આચરવા સબબ ફરિયાદ નોંધાવી છે.

સગીરા ગત નવરાત્રીએ અમદાવાદ પોતાના માસીના ઘરે ગઇ હતી
ગત નવરાત્રીમાં આ સગીરા અમદાવાદમાં પોતાના માસીના ઘરે રોકાવા ગઇ ત્યારે એકલતાનો લાભ લઇ માસીયાઇ ભાઇએ તેના પર સૃષ્ટિ વિરૂધ્ધનુ કૃત્ય આચર્યું હતું. મહાવીર વાળા આ સગીરાનો ફ્રેન્ડ હોય તે પોતાની ફોર્ચ્યુનર કાર નંબર જીજે 06 ઇડી 4646 લઇ અમદાવાદ તેને મળવા ગયો હતો. અને ફરવાના બહાને કારમા બેસાડી આસપાસના માર્ગો પર ચાલતી કારે તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ સગીરા પરત અમરેલી આવી ત્યારે પણ આ સીલસીલો ચાલુ રહ્યો હતો અને બાકીના યુવાનો તેમા જોડાતા ગયા હતા. મહાવીર અને રવિરાજે તેને સંકુલ રોડ પર ધમભા નામની વ્યક્તિના ઘરે લઇ જઇ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. કુલદીપ કાઠી અને રવિરાજે બાદમાં ધમકી આપી રવિરાજના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. લાલો ધાખડા અને રવિરાજે અમે તારા ઘરે વાત કરી દઇશું તેવી ધમકી આપી સગીરાને કારમાં કેરીયા રોડ પર લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. આખરે સગીરાના પરિવારને જાણ થતા પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

મોઢા પર ડૂચો મારી આચરી હેવાનિયત
નરાધમોની ધમકીઓથી ડરેલી સગીરા તેઓ જ્યાં કહે ત્યાં જતી હતી. માણેકપરાના રવિરાજ કાઠીએ સગીરાને પોતાના ઘરમાં બોલાવી મોઢા પર ડૂચો મારી દુષ્કર્મ આચરી હેવાનિયતની પરાકાષ્ઠા બતાવી હતી.

500 પરત આપવાના બહાને પણ દુષ્કર્મ
નરાધમોએ સગીરાને ફસાવી ફરીથી દુષ્કર્મ આચરવા માટે તેની પાસેથી રૂપિયા 500 પણ લીધા હતા. આ 500 પરત આપવાના બહાને તેજસ જેબલીયાએ લાઠી રોડ પર ફાટક પાસે આવેલા પોતાના ઘરે બોલાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

એકબીજાએ સગીરાના મોબાઇલ નંબર આપી વારંવાર બોલાવી
6 આરોપી પૈકી સગીરાના માસીયાઇ ભાઇ સિવાયના પાંચેય આરોપી એકબીજાના પરિચિત હોય એકબીજાને સગીરાનો નંબર આપ્યો હતો અને જુદી જુદી ધમકીઓ આપી વારંવાર સગીરાને જુદા જુદા સ્થળે બોલાવી હતી. એક વખત અત્યાચાર મુંગા મોએ સહી લીધા બાદ રાક્ષસોને ફાવતું મળી ગયું હતું.

તાબે ન થતાં મિત્રએ માર મારી વાસના સંતોષી
અમદાવાદમાં સગીરા જ્યારે તેના મિત્રની કારમા બેઠી તે સાથે જ તેણે હવસનો ખેલ શરૂ કર્યો હતો. આ સગીરા તાબે ન થતા ચાલુ કારે તેને ઢીકાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ લાચારીપૂર્વક સહન કરવું પડ્યું હતું.

મા-બાપ સંતાનોને જાગૃત કરે : એસપી
એસપી નિર્લિપ્ત રાયે જાહેર અપીલ કરી હતી કે તમારા સંતાનો ક્યાં જાય છે? શું કરે છે ? તે અંગે વાલીઓ જાગૃત રહે. સગીર સંતાનોને જરૂર હોય તો હાથમાં મોબાઇલ આપો પરંતુ તેને સારા નરસાનુ જ્ઞાન પણ આપો અને સાવચેત પણ રહો. શાળામા વાલીએ પેરેન્ટસ મિટીંગમાં અચુક જવું અને શાળાના શિક્ષકોને મળવું. જેથી સંતાનોની શાળામાં હાજરી સહિતની જાણકારી મળે. કોઇને પણ આ પ્રકારની કનડગત હોય તો મારો સંપર્ક કરે.

અન્ય સમાચારો પણ છે...