તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બટારવાડીમાં બોગસ મહિલા તબીબે ઇન્જેક્શન આપતા જ સગર્ભા મોતને ભેટી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક હેતલ ડાભી - ફાઇલ તસવીર - Divya Bhaskar
મૃતક હેતલ ડાભી - ફાઇલ તસવીર
  • અમરેલીમાં બોગસ તબીબ સામે પગલાં લેવા રજૂઆત
  • ભાવનગર મેડિકલ કોલેજ ખાતે લાશનું પીએમ કરાયુ

અમરેલીઃ અમરેલીના બહારપરામાં ગાયત્રી મંદિર મોક્ષધામ પાસે રહેતી કાજલબેન મહેશભાઇ ડાભી (ઉ.વ. 23) નામની પરિણીતાને પાંચ માસનો ગર્ભ હોય આ પરિણીતાએ બટારવાડીના ખુણે આવેલ એક મહિલા ડોક્ટરને ત્યાં સારવાર લીધી હતી. એ ડોક્ટર પાસે કોઇ વિશેષ ડીગ્રી ન હોવા છતાં અહિં પ્રસુતિ સ્ત્રી રોગોની સારવાર કરવામાં આવી રહી છે. એક રીતે પ્રસુતા મહિલા અને તેના પેટમાં રહેલા બાળકોની જીંદગી સાથે ખુલ્લેઆમ ખીલવાડ કરવામાં આવે છે અને આ બધુ આરોગ્ય તંત્રના નાક નીચે થતુ હોવા છતાં ખુલ્લેઆમ ચાલવા દેવામાં આવે છે. જીલ્લામાં ગેરકાયદે ગર્ભપાત કરી દેતા અનેક સેન્ટરો ધમધમી રહ્યા છે.

પરિવારજનોનો તબીબ પર બેદરકારીનો આક્ષેપ
આમ પ્રસુતા મહિલાને પેટમાં દુ:ખાવો થતા તેને મહિલા ડોક્ટર પાસે લઇ જવાઇ હતી. જ્યાં તેણે એક ઇન્જેક્શન આપતા જ આ સગર્ભા બેભાન થઇ ગઇ હતી અને ગણતરીની મિનિટોમાં જ તેમનું મોત થઇ ગયુ હતું. બાદમાં અમરેલી સિવીલમાં લઇ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મહિલાનું મોત તબીબની બેદરકારીથી થયુ હોવાનો આક્ષેપ થતા આ મહિલાની લાશને ડોક્ટરોની પેનલથી પોસ્ટ મોર્ટમ કરાવવા માટે ભાવનગર મેડીકલ કોલેજમાં ખસેડાઇ હતી. ભાવનગર ખાતે પીએમ કરાયા બાદ આ પરિણીતાના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. મહિલાની જીંદગી સાથે ચેડા કરી તેને રગદોળી નાખનાર તબીબ સામે ગુનો દાખલ કરવાની માંગ સાથે આ મહિલાની લાશને અમરેલી સિટી પોલીસ સ્ટેશન સામે રાખી દેવાઇ હતી. જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટ્યા હતાં. 

પોલીસમથકમાં લાશ રાખી દેવાઈ
ડોક્ટર સામે પગલા લેવાની માંગ સાથે પરિવારે મહિલાની લાશ પોલીસ મથક સામે રાખી દીધી  હતી. બાદમાં પોલીસ વડાએ પગલાની ખાતરી આપ્યા બાદ જ લાશ સ્વીકારાઇ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો