તૈયારી / વાયુ વાવાઝોડા સામે આરોગ્ય વિભાગ પણ સજ્જ, 29 PHCના ડોક્ટરો વાહનો સાથે તૈનાત રહેશે

  • દરેક તાલુકા મથકમાં એક રેપીડ એક રેપીડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરી દેવાઇ

Divyabhaskar.com

Jun 12, 2019, 12:31 PM IST

વેરાવળ: વાયુ વાવાઝોડાની દહેશત વર્તાઇ રહી છે ત્યારે ગમે તે ઘડીમાં આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે. આ અંગે ગીરસોમનાથ જિલ્લા આરોગ્ય અધિકારી આચાર્યએ વાયુ વાવાઝોડા બાદ શું કામગીરી કરવાની છે તે અંગે DivyaBhaskar સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, જિલ્લાના 29 PHC સેન્ટરના તમામ ડોક્ટરો વાહનો સાથે અસરગ્રસ્ત વિસ્તારમાં તૈનાત રહેશે.

23 આરબીએસકેની ટીમ સાથે રહેશે

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ચોમાસુ શરૂ થાય તે પહેલા 1 જુનથી જ દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 173 પેટા કેન્દ્રો અને 200 આશાવર્કર બહેનો પાસે દવા પહોંચી જ જતી હોય છે. પરંતુ વાયુ વાવાઝોડાને ધ્યાને લઇને સાંજે 29 પીએચસી કેન્દ્રોના ડોક્ટરો મેડિકલ કિટો સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી જશે. સાથે 23 આરબીએસકેની ટીમ સાથે રહેશે.દરેક તાલુકા મથકમાં એક રેપીડ એક રેપીડ રિસ્પોન્સ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ઝડપથી સ્થળ પર પહોંચી શકે.

મેડિકલની કંઇ કંઇ વસ્તુઓ રાખવામાં આવી છે

મેડિકલની કંઇ વસ્તુઓ સાથે રખાઇ છે તેવા સવાલના જવામાં તેઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને વાવાઝોડામાં લોકોને ઇન્જરી વધુ થતી હોય છે તેથી ડ્રેસીંગ કિટ, પાણી પ્રદૂષિત થતું હોય એટલા માટે ક્લોરીનની ગોળીઓ, તમામ રોગોની પ્રાથમિક દવાઓ, ટેથોસ્કોપ, બીપની ગોળીઓ તેમજ તમામ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વાહનોમાં રાખવામાં આવ્યા છે. 110 જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યાં દરેક જગ્યાએ મેડિકલ ઓફિસર જશે જેને સેલ્ટર હોમ કહેવાય.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી