તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળ તાલુકાનાં આરેણા પાસે કાર દિવાલમાં ઘુસી જતાં 2નાં મોત, 3 ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દિવથી પરત આવતા હતા, જામનગર અને પોરબંદરનાં યુવાનોનાં મોત

જૂનાગઢ:માંગરોળ તાલુકાનાં આરેણા ગામ પાસે ગઈકાલે સાંજે એક કારચાલકે કાબૂ ગુમાવ્યા બાદ કાર દિવાલમાં ઘૂસી ગઇ હતી. જેમાં બેનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઇજા થતાં તેમને સારવાર માટે પહેલાં માંગરોળ દાખલ કરાયા હતા. જે પૈકી એકની હાલત વધુ ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયો હતો.

દિવથી પરત ફરતી વખતે અકસ્માત સર્જાયો
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જન્માષ્ટમીના તહેવારોની રજામાં માંગરોળના બે સહિત પાંચ યુવાનો દીવ ફરવા ગયા હતા. જ્યાંથી તેઓ સોમવારે સાંજે માંગરોળ તરફ પરત આવી રહ્યા હતા. તે સમયે આરેણા નજીક ફતેશ્વર પાસે સ્વિફ્ટ કાર ચલાવતા યુવાને સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર રસ્તાની નીચેની બાજુએ ઉતરીને ખેતરની દિવાલ સાથે અથડાઈ હતી. જેમાં હર્ષદ ભનુભાઈ માંડલીયા (ઉ. 44,રે. પોરબંદર) અને તુષાર સુરેશભાઈ દાવડા (ઉ. 27, રે. જામનગર)નાં મોત થયા હતા. જ્યારે સુરેશ વેલજીભાઈ હરસોલા (ઉ. 35, રે.માંગરોળ), દિનેશ મોહનભાઈ હિરવાણીયા (ઉ. 45, રે. માંગરોળ) તથા રોનક દેવદાસભાઈ જોશી (ઉ. 26, રે. પોરબંદર)ને ગંભીર ઇજા થતાં 108 માં માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. જે પૈકી રોનકને વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરાયો છે. બનાવને પગલે આગેવાનો-લોકો હોસ્પિટલે દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...