દ્વારકા / રિવાબા દ્વારકાધીશનાં શરણે, રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ક્ષેત્રે વધુ સફળ થાય તે માટે પ્રાથના કરી

રિવાબા દ્વારકાધીશનાં શરણે
રિવાબા દ્વારકાધીશનાં શરણે

  • ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો મારા જીવનમાં આ બીજો અવસર છે-રિવાબા

Divyabhaskar.com

Sep 16, 2019, 01:30 PM IST

જામનગર:ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં ધર્મ પત્ની અને ગુજરાત રાજ્યનાં મહિલા કરણી સેનાનાં અધ્યક્ષ રિવાબા જાડેજાએ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાનનાં ચરણમાં મસ્તક નમાવી રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ક્ષેત્રે વધુ સફળ થાય તે માટે પ્રાર્થના કરી હતી.

જગતપિતા દ્વારકાધીશનાં દર્શન કરવાએ એક જીવનની મહાન તક છે-રિવાબા
રિવાબાએ જણાવ્યું હતું કે ભગવાન દ્વારકાધીશનાં દર્શનનો મારા જીવનમાં આ બીજો અવસર છે. પ્રથમ યુવા સમયે દ્વારકાની મુલાકાત લીધી હતી. દ્વારકાધીશમાં દરેક ભક્તોએ શ્રધ્ધા રાખવી જોઇએ અને દ્વારકા પ્રવાસન ક્ષેત્રે પણ દેશ-દુનિયાનું કેન્દ્ર બિંદુ છે. પ્રભુનાં આશિર્વાદ મેળવવાએ એક પ્રકારની મનની શાંતિનો વિશેષ ભાગ છે. માતા-પિતાની સાથે જગત પિતા દ્વારકાધીશજીના દર્શન કરવા એ એક જીવનની મહાન તક છે. રવિન્દ્ર જાડેજાને ભારત સરકારે અર્જુન એવોર્ડ આપ્યો છે. ત્યારે રવિન્દ્ર વધુને વધુ ક્રિકેટ ક્ષેત્રે સફળ થાય તેવી દ્વારકાધીશજીના ચરણમાં પ્રાર્થના કરી હતી.

X
રિવાબા દ્વારકાધીશનાં શરણેરિવાબા દ્વારકાધીશનાં શરણે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી