તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દ્વારકાના કલ્યાણપુરમાં 4થી 14 ઇંચ વરસાદમ, કાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે તેવી જાહેરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકાઃ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં છેલ્લા 12 કલાકમાં 4 થી 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે, લીલો દુષ્કાળ જાહેર ન કરવો પડે એટલે સરકાર હવે ઓછો વરસાદ નોંધે છે. મૌસમની શરૂઆતમાં 1 ઇંચને 9 ઇંચ વરસાદ નોંધનાર તંત્ર હવે 14 ઇંચ હોય ત્યારે 4 ઇંચ વરસાદ નોંધે છે. જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના લાંબા, ભોગાત, સાતાપર, દેવરિયા, કલ્યાણપુર, પાનેલી, રાજપરા, સહિતના સમગ્ર તાલુકામાં 4 થી 14 ઇંચ વરસાદ નોંધાયો છે.

કાલે શૈક્ષણિક કાર્ય બંધ
માનનીય જિલ્લા શિક્ષણાધિકારી દેવભૂમિ દ્વારકા તથા કલેકટર સાહેબની સૂચનાથી આવતીકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ભારેથી અતિભારે વરસાદની આગાહીના કારણે બંધ રહેશે, પરંતુ સમગ્ર સ્ટાફને હેડક્વાર્ટર ઉપર હાજર રહેવા સૂચના આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...