ભાવનગર / પાલીતાણાના ઘેટી નજીક ગમખ્વાર અકસ્માત, 25થી વધુ ઘાયલ, 1 બાળકીનું મોત

ટેમ્પો પલ્ટી મારી ગયો હતો
ટેમ્પો પલ્ટી મારી ગયો હતો

Divyabhaskar.com

Jan 15, 2020, 10:05 AM IST
ભાવનગરઃ પાલીતાણા પાસે આવેલા ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો પલ્ટી જતા ટેમ્પામાં સવાર 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે 1 બાળકીનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર બેથી ત્રણ પરિવારો આદપુર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ તમામ પરિવાર પાલીતાણાના પીથલપુર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ તમામ ઇજાગ્રસ્તોને પાલીતાણાની માનસિંહ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને લઇને હોસ્પિટલમાં લોકોના ટોળેટોળા ઉમટ્યાં છે.
X
ટેમ્પો પલ્ટી મારી ગયો હતોટેમ્પો પલ્ટી મારી ગયો હતો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી