તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા સંકલનની ચાલુ બેઠકમાં ખેડૂતોએ મગફળી રિજેક્ટ થવાના મામલે ભારે હોબાળો મચાવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોષે ભરાયેલા ખેડૂતો ચાલુ બેઠકમાં હંગામો કર્યો
અમરેલી: મગફળી રિજેક્ટ થવાના મામલે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે બાબરા સંકલનની ચાલુ બેઠકમાં ખેડૂતોએ આવીને હોબાળો કર્યો હતો. જેને લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.  

1) મોટી સંખ્યામાં ટ્રેક્ટર ભરી ખેડૂતો પહોંચ્યા

ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોની મગફળી રિજેક્ટ થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ હતો. ત્યારે ધારાસભ્ય, પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં જ ખેડૂતો સંકલન બેઠકમાં આવી પહોચ્યા હતાં. જ્યાં ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પોતાનો રોષ અધિકારીઓ સમક્ષ ઠાલવ્યો હતો. હજુ તો થોડી વાર પહેલા જ ધારાસભ્ય દ્વારા મગફળીમાં થતી ખેડૂતોની મુશ્કેલીને લઈને પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેની થોડી જ મિનિટો બાદ મોટી સંખ્યામાં ટ્રેક્ટર ભરી ખેડૂતો ધસી આવ્યા હતા અને હોબાળો મચાવી દીધો હતો. જેને લઈને અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી.