તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસિપી: ઈન્સ્ટન્ટ સ્વીટ - કોકોનટ બ્રેડ ટોસ્ટ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

રેસિપી ડેસ્ક: કોઈપણ સમયે બનાવો આ ઈન્સ્ટન્ટ સ્વીટ. મોટાભાગે આપણા ઘરમાં બ્રેડ તો હોય જ છે, એટલે આ બ્રેડમાંથી સ્વીટ કોકોનટ બ્રેડ ટોસ્ટ બનાવી શકાય.

 

સ્વીટ કોકોનટ બ્રેડ ટોસ્ટ


સામગ્રી

એક વાટકી ખાંડ
2 એલચીનો પાવડર
8 બ્રેડ સ્લાઇસ
150 ગ્રામ નારિયેળની ઝીણી છીણ (પાવડર)

 

રીત

સૌપ્રથમ ચાસણી બનાવી લો. એક કડાઇમાં એક વાટકી ખાંડમાં બે વાટકી પાણી લેવું, જેથી ચાસણી પાતળી બની શકે. 5 મિનિટ ગેસ પર ગરમ થતાં જ ચાસણી બની જશે. ચાસણી બની જાય એટલે અંદર થોડો એલચીનો ભૂકો નાખવો.ચાસણી બને એ દરમિયાન બ્રેડ લો. બધી જ બ્રેડને બરાબર વચ્ચેથી કાપી 4-4 પીસ બનાવી લો.

 

હવે એક કડાઇ લઈ તેમાં બ્રેડને બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. બધીજ તળેલી બ્રેડને હવે ચાસણીમાં મૂકી દો. ચાસણી વધારે પડતી ઘાટી ન હોવી જોઇએ. બ્રેડને ચાસણીમાં બરાબર બોળીને તરત જ બહાર કાઢી લો.

 

હવે બધી જ બ્રેડને નારિયેળ પાવડરમાં રગદોળી લો. બ્રેડની અંદર રહેલ ચાસણીના કારણે તે ખૂબજ ટેસ્ટી લાગશે અને બધાંને ખૂબ ભાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો