તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસિપી: નાસ્તા માટે બેસ્ટ ઈન્સ્ટન્ટ ચટપટી મસાલા બ્રેડ ચાટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેસિપી ડેસ્ક: બ્રેડમાંથી ઈન્સ્ટન્ટ ચટપટી મસાલા બ્રેડ ચાટ બનાવી શકાય છે. નાસ્તા માટે સાંજે બાળકોને આપવા માટે આ બેસ્ટ ચોઈસ છે. 

 

ઇન્સ્ટન્ટ મસાલા બ્રેડ ચાટ

 

સામગ્રી
સાતથી આઠ બ્રેડ સ્લાઇસ
એક કાપેલી કાકડી
બે કાપેલા ગાજર
એક કાપેલી ડુંગળી
એક કાપેલું ટામેટું
સ્વાદ અનુસાર મીઠું
અડધી ચમચી મરીનો પાવડર
અડધી ચમચી લીંબુનો રસ
સેવ
કાપેલી કોથમીર

 

રીત
સૌ પ્રથમ બ્રેડના નાના-નાના ટુકડા કરી લો. ત્યારપછી બ્રેડ સહિત કાકડી, ગાજર, ટામેટા, મીઠું, મરીનો પાવડર, લીંબુનો રસ લઇને એકસાથે બાઉલમાં મિક્સ કરો અને એક પ્લેટમાં કાઢો. સર્વ કરતા પહેલા તેની ઉપર સેવ, લીલી કોથમીર અને ડુંગળી નાંખી ગાર્નિશ કરો. ઇન્સ્ટન્ટ મસાલા બ્રેડ ચાટને એક પ્લેટમાં કાઢીને સર્વ કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો