Home >> Recipes >> Quick Recipes
 • દાળ-શાકમાં મીઠું વધી પડી ગયું હોય તો ટ્રાય કરી જુઓ 5માંથી 1 કિચન ટિપ્સ
  રેસિપિ ડેસ્ક: ખાવામાં મીઠું બિલકુલ ન હોય તો, ખોરાક બેસ્વાદ બની જાય છે. તો મીઠું વધી જાય તો, વાનગીનો પૂરેપૂરો સ્વાદ જ બગડી જાય છે. ઘણીવાર દાળ કે શાકમાં મીઠું વધારે પડી જાય છે, જેના કારણે વાનગીનો સ્વાદ જ મરી જાય છે. કેટલીકવાર વાનગી તેના કારણે જ વેસ્ટ બની જાય છે. કેટલીક સરળ ટિપ્સની મદદથી દાળ-શાકમાંથી મીઠું ઓછું કરી શકાય છે. આજે આવી જ 5 ટિપ્સ લાવ્યા છીએ અમે તમારા માટે પણ. 1. બટાકાથી ઓછી કરો ખારાશ શાક કે દાળમાં મીઠું વધારે પડી ગયું હોય તો બટાકું છોલીને અંદર મૂકી દો. થોડીવાર બટાકુ અંદર જ રાખો. થોડીવાર...
  June 21, 04:00 PM
 • ફોલો કરો આ 3 સિમ્પલ ટિપ્સ, આખું અડવાડિયું કોથમીર રહેશે ફ્રેશ
  રેસિપિ ડેસ્કઃ કોઈ પણ ગૃહણી શાકભાજી લેવા જાય તો મફતમાં કોથમીર લેવાનું નથી ચૂકતી. કોથમીર ભોજનને ટેંપટિંગ બનાવે છે. પરંતુ આપણાંમાંથી મોટાભાગના લોકો તેને લાવીને ફ્રિજમાં રાખી દે છે અને પછી ભૂલી જાય છે, જેના કારણે થોડા દિવસ પછી તેને ફેંકી દેવી પડે છે. કારણ કે તે ખૂબ જલ્દી ખરાબ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે જો તમે કોથમીરને યોગ્ય રીતે રાખો તો તે એક કે બે દિવસ નહીં આખું અડવાડિયું અથવા તેના કરતા પણ વધુ સમય સુધી કોથમીર ફ્રેશ રહી શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક ટ્રિક્સ વિશે જણાવી રહ્યા છીએ જેનાથી...
  June 21, 01:43 PM
 • ભજીયા, પકોડા અને પરોઠા બનશે બહુ ટેસ્ટી, ધ્યાનમાં રાખો આ સરળ ટિપ્સ
  રેસિપિ ડેસ્ક: રસોડામાં અને રસોઇમાં કેટલીક નાની-નાની બાબતોનું પણ ધ્યાન રાખવામાં આવે તો, ઘણાં કામ બહુ સહેલાં થઈ જાય છે. સાવ સામાન્ય લાગતી રસોઇ પણ બહુ ટેસ્ટી બને છે. તો કેટલીકવાર નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી પણ મોટું નુકસાન અટકે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ આવી જ કેટલીક મહત્વની કિચન ટિપ્સ, જે તમને બનાવશે કિચન ક્વિન.. - અંકુરિત અનાજને ફ્રીઝમાં મૂકતા પહેલાં તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી દો, આવું કરવાથી તેમાં વાસ નહીં આવે. - પરાઠા બનાવતા પહેલાં લોટમાં એક બાફેલું બટાકું અને એક...
  June 19, 04:43 PM
 • આ રીતે સ્ટોર કરો 7 એવરગ્રીન ફૂડ્સને, નહીં બગડે વર્ષો સુધી
  રેસિપિ ડેસ્ક: બજારમાં મળતી મધની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે, તે કાનૂની રીતે આવશ્યક છે, પરંતુ તે બગડતું નથી નજદી. દાળ, મધ અને ખાંડ જેવી વસ્તુઓને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો તેમને વર્ષો સુધી સાચવી શકાય છે. આવા જ 7 એવરગ્રીન ફૂડ્સને સ્ટોર કરવાની રીત જણાવી રહ્યા છીએ અમે. (સોર્સ - યૂનિર્વસિટી ઓફ કૈલિફોર્નિયાના વૈજ્ઞાનિક અમીના હેરિસ અને ડેવિસના રિસર્ચના આધારે) * દાળ: દાળમાં ભેજ હોતો નથી, તેથી તેના ખરાબ થવાનો ભય રહેતો નથી. આ રીતે કરો સ્ટોર: પહેલાં દાળને તડકામાં સૂકવો અને પછી...
  June 16, 05:30 PM
 • ખૂબ જ હેલ્ધી અને સરળતાથી તૈયાર થતાં કેળાના આ માલપુઆ એકવાર ટ્રાય કરો
  બનાના માલપુઆ:કેળુ એક એવું ફળ છે જે દરેક સીઝનમાં મળે છે અને સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેળામાં ભરપૂર કેલ્શિયમ હોય છે જે હાડકાંને મજબૂત રાખે છે. કેળામાં ત્રણ પ્રકારની કુદરતી સાકર હોય છે. સુક્રોઝ, ફ્રકટોઝ અને ગ્લુકોઝ. આ ઉપરાંત ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. જો તમે કેળાના મિલ્ક શેક અને સ્મૂધીઝથી કંટાળી ગયા હોય તો ટ્રાય કરો કેળાના માલપુઆ. સામગ્રી 2 કેળા 1 ગ્લાસ દૂધ 1 કપ સોજી 1/2 કપ ઘઉંનો લોટ 1/2 ટી સ્પૂન એલચી પાઉડર 1/2 ટી સ્પૂન વરિયાણી પાઉડર એક ચપટી મીઠું...
  June 14, 02:51 PM
 • માઇક્રોવેવ સ્પેશલ વાનગીઓ: ઝડપી અને હેલ્ધી રીતે બનાવો લિજ્જતદાર વાનગીઓ
  રેસિપિ ડેસ્કઃ માઇક્રોવેવ આજે મોટાભાગની ગૃહિણીઓના રસોડાની શોભા વધારી રહ્યું છે. કારણ કે, માઇક્રોવેવમાં સરળતાથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. આજે અમે તમારા માટે એવી જ કેટલીક વાનગીઓ લઈને આવ્યાં છીએ જે તમે માઇક્રોવેવમાં બનાવી શકો છો, તો ચાલો જાણીએ તેના વિશે... ભરવાં ટમાટર સામગ્રી -છ ટામેટાં -પાંચ સો ગ્રામ બાફેલા અને મેશ કરેલા બટાકા -બે ટેબલસ્પૂન સમારેલી કોથમીર -મીઠું સ્વાદ મુજબ -મરી પાઉડર સ્વાદ મુજબ -અડધી ટીસ્પૂન ગરમ મસાલો રીત ટામેટાંના ઉપરના ભાગને છરીથી ગોળાકારમાં સ્લાઇસ કાપી...
  June 11, 06:53 PM
 • દાળ ઊભરાશે નહીં અને દૂધ તાજુ રહેશે, બહુ કામની છે આ કિચન ટિપ્સ
  રેસિપિ ડેસ્ક: રસોઇ તો દરેકના ઘરે થતી જ હોય છે, પરંતુ ક્યાંકને ક્યાંક ભૂલભૂચ થઈ જતી હોય છે. આ માટે કેટલીક નાની-નાની ટિપ્સ પણ ધ્યાનમાં રાખવામાં આવે તો રસોઇ અને રસોડાનાં ઘણાં કામ સરળ થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ, આવી જ કેટલીક સરળ કિચન ટિપ્સ.. - રાંધતી વખતે દાળ ઊભરાય નહીં તે માટે તેમાં થોડું ઘી નાખવું. - દૂધને વધારે સમય તાજું રાખવા માટે એને ગરમ કરી તેમાં એલચી વાટીને નાખી રાખો. - ચાટ મસાલો તૈયાર કરતી વખતે એમાં થોડું ફૂદીનાનું ચૂર્ણ મેળવી દો. સ્વાદ સરસ આવશે. - ચાસણી બનાવતી વખતે કઢાઇમાં...
  June 9, 06:45 PM
 • આ રીતે સુધારો ડુંગળી, આંખ બળશે નહીં અને આંસુ પણ નહીં આવે
  રેસિપિ ડેસ્ક: લસણ-ડુંગળીવાળુ ટેસ્ટી અને ચટપટું ખાવું તો બધાને ગમતું હોય, પરંતુ ડુંગળી સુધારવાની વાત આવે એટલે કંટાળો આવે. તેનું એક કારણ છે, ડુંગળી સમારતી વખતે આંખો બળવા લાગે છે અને આંખમાંથી પાણી નીકળવા લાગે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક ખાસ રીતે, એ રીતે ડુંગળી સુધારવાથી આંખમાંથી નહીં ટપકે આંસુ. ડુંગળી સમારવાની રીત: સૌપ્રથમ ડુંગળીનાં ઉપરનાં છોડાણ કાઢી નાખો, પરંતુ તેનું ડીંટુ રહેવા દેવું. હવે ડુંગળીની બરાબર વચ્ચે એક કાપો કરી બે ભાગ પાડો. અડધો ભાગ ચોપિંગ બોર્ડ પર રાખી ઊભી ચીરીઓ કરવી,...
  June 9, 06:29 PM
 • મલાઈમાંથી ઘરે જ બનાવો ઘી, નહીં પડે બજારમાંથી ખરીદવાની જરૂર
  રેસિપિ ડેસ્કઃબજારમાં મળતા ભેળસેળવાળા ઘીથી બચવા તમે ઘરે જાતે ઘી બનાવી શકો છો. તેના માટે તમારે એક સિમ્પલ પ્રોસેસ ફોલો કરવાની રહેશે. ઘરમાં ઘી બનાવવા માટે 10થી 15 દિવસની મલાઈની જરૂર પડશે. ગાય અથવા ભેંસના દૂધની મલાઈ લઈ શકો છો. દૂધની મલાઈ કાઢીને તેને ફ્રિજમાં સ્ટોર કરીને રાખતા જાઓ. જ્યારે ઘી બનાવવાનું હોય ત્યારે મલાઈને ફ્રિજમાંથી કાઢીને બાઉલમાં રાખી લો. સ્ટેપ - 1 હવે તેને મિક્સરમાં એક વખત ફેરવી લો. તમે જોશો કે મલાઈનું ક્રીમ બની જશે. હવે એક કડાઈ લો જેમાં તમે ઘી બનાવવા ઈચ્છો છો. ટ્રાય કરો કે નોનસ્ટિક...
  June 8, 11:50 AM
 • આ 3 સ્ટેપ્સ ફોલો કરીને ઘરે જ મેળવી શકો છો ઘાટ્ટું બજાર જેવું દહીં
  રેસિપિ ડેસ્કઃ આજે અમે તમને 2 કલાકમાં બજાર જેવું ઘટ દહીં મેળવવાની એકદમ સરળ પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. તેના માટે તમને જોઈશે અડધો લિટર ફુલ ફેટ મિલ્ક (ગાય અથવા ભેંસનું પ્યોર દૂધ). તેને ઉકાળીને ઠંડું કરી લો. જો તમે લો ફેટ મિલ્કનો ઉપયોગ કરો છો તો પણ દહીં જામશે. તેના માટે પણ તમારે દૂધને ઉકાળીને ઠંડું કરવાનું છે, જેથી દહીં ઘટ જામે. સ્ટેપ 1 દૂધને ઉકાળીને ઠંડું કર્યા પછી તેને ફરીથી નવશેકું ગરમ કરો. હવે દૂધમાં એક ચમચી મેળવણ (દૂધને જમાવવા માટે તેમાં દહીં, છાશ વગેરે જે ખાટો પદાર્થ મેળવવો પડે છે તે) નાખો....
  June 6, 06:31 PM
 • હેલ્ધી નથી 10 રૂપિયામાં મળતી ફ્રુટી, બાળકો માટે બનાવો ઘરે જ
  ફ્રુટી: સામગ્રી: - બે નંગ પાકી કેસર કે હાફૂસ કેરી - અડધી કાચી દેશી કેરી - એક કપ ખાંડ - અડધા લીંબુનો રસ - ચાર ગ્લાસ પાણી રીત: સૌપ્રથમ કાચી અને પાકી કેરીને ધોઇને સાફ કરી છાલ ઉતારી લો. ત્યારબાદ આ કટકા કરી પ્રેશર કુકરમાં એક ગ્લાસ પાણી ઉમેરી બાફી લો. ઠંડુ થાય એટલે બાફેલી કેરીને હેન્ડ બ્લેન્ડરથી ક્રશ કરી ગરણીથી ગાળી લો, જેથી કેરીના બધા જ રેસા દૂર થઈ જાય. હવે ગાળેલા પલ્પને અલગ કરો. એક તપેલીમાં ખાંડ અને બાકીનું પાણી ગરમ કરવા મૂકો. ખાંડ આંગળી જાય એટલે ગેસ બંધ કરો અને પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. હવે...
  May 31, 05:57 PM
 • ક્યારેય નહીં ખાધો હોય તરબૂચ શ્રીખંડ, આજે જ ટ્રાય કરો ઘરે
  તરબૂચ શ્રીખંડ સામગ્રી: - એક મોટો વાટકો દહીં - અડધો વાટકો દળેલી ખાંડ - અડધો વાટકો તરબૂચના કટકા સજાવટ માટે: થોડાં ડ્રાયફ્રુટ્સ રીત: સૌપ્રથમ દહીંને કોટનના કપડા કે રૂમાલમાં કાઢી લેવું. ત્યારબાદ તેની એક પોટલી બનાવી થોડી ઊંચાઇ પર લટકાવી દો. જેથી તેમાંનું બધું જ પાણી નીતરી જશે. ત્યારબાદ આ પોટલીમાંથી એક બાઉલ દહીં લઈ લો. આ દહીં એકદમ ક્રીમી હશે. હવે આ બાઉલમાં જરૂર મુજબ દળેલી ખાંડ ઉમેરો. ખાંડ દહીં કરતાં અડધી માત્રામાં હોવી જોઇએ. ખાંડ ઉમેર્યા બાદ દહીને બરાબર ફેંટો. જ્યાં સુધી બરાબર મિક્સ ન થાય...
  May 30, 05:59 PM
 • આ નાની-નાની કિચન ટિપ્સ બનાવશે તમારા કામને સરળ, જાતે અજમાવો
  યૂટિલિટી ડેસ્કઃ કિચનમાં ઘણાં બધા કામ એવા હોય છે, જેને કરતી વખતે કેટલીક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આવું જ એક કામ છે ડુંગળી સમારવાનું. ડુંગળી સમારતી વખતે મોટાભાગના લોકોને આસું આવી જાય છે. અહીં જાણો કિચન માટે નાની-નાની ટિપ્સ, જેનાથી તમારી પરેશાનીઓ ઓછી થઈ શકે છે અને ભોજન બનાવવાનું કામ આરામથી પૂરું થઈ શકે છે. - ડુંગળી સમારતા પહેલા માત્ર 10 મિનિટ માટે ફ્રિઝમાં રાખી દો. તેના પછી ડુંગળી સમારવા પર આંખમાંથી આંસુ નથી આવતા. - ફ્લાવર પકાવતી વખતે શાકમાં એક ચમચી દૂધ નાખી દો. આવું કરવાથી તેનો રંગ સફેદ...
  May 29, 06:00 PM
 • ટ્રાય કરો આ 6 ટિપ્સ, કાળા મેશ જેવા વાસણ પણ ચમકી ઊઠશે
  યૂટિલિટી ડેસ્કઃ 6 રસોડામાં ચમકતા વાસણ તમારી પર્સનાલિટી દર્શાવે છે. જો તમારા ઘરના વાસણ ધોયા પછી પણ ડાઘવાળા અથવા ચિકાશવાળા રહેતા હશે તો લોકો તમારી પીઠ પાછળ તમારી ટીકા કરવાના. જોકે, હવે વાસણ સાફ કરવા વધુ મુશ્કેલ કામ નથી રહ્યું. જો તમે પણ તમારા ઘરના વાસણ ચમકાવવા માંગો છો તો ટ્રાય કરો અહીં આપેલી કેટલીક ઉપયોગી ટિપ્સ... - જમ્યાં પછી વાસણને તરત જ પાણીથી એક વખત ધોઈ નાખો અને પછી જ સિંકમાં રાખો. આવું કરવાથી વાસણમાં બેક્ટેરિયા ઉત્પન્ન નહીં થાય. - વાસણ પર સાબુ લગાવતા પહેલા તેમાં મોજૂદ ગંદકીને એક વખત...
  May 25, 06:27 PM
 • કાયમ ફ્રિઝ ખોલવા પર દુર્ગંધ આવતી હોય છે તો અપનાવો આ 9 ઉપયોગી ટિપ્સ
  યૂટિલિટી ડેસ્કઃ ફ્રિઝની સફાઈ જો લાંબા સમય સુધી ન કરવામાં આવે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. કેટલીક વખત તો ફ્રિઝમાં ઢાંક્યાં વિનાની વસ્તુઓથી પણ સ્મેલ આવવા લાગે છે. એવામાં કેટલીક સિમ્પલ ટિપ્સ અપનાવીને ફ્રિઝની દુર્ગંધને દૂર કરી શકાય છે (Remove Fridge Odors). જો તમારા ફ્રિઝમાં પણ આવી દુર્ગંધ આવી રહી છે તો સૌથી પહેલા દરેક વસ્તુઓને ઢાંકીને રાખો. તેમ છતાં પણ જો તમે કોઈ કેમિકલ પ્રોડક્ટ ઉપયોગ કર્યા વિના ફ્રિઝ સાફ કરવા ઈચ્છો છો તો આ ઘરેલુ ઉપાય તમારા ખૂબ કામ આવી શકે છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને...
  May 24, 09:40 PM
 • રસોડાના મુશ્કેલ કામને પણ સરળ બનાવશે આ 12 ટિપ્સ, જાતે અજમાવી જુઓ
  યૂટિલિટી ડેસ્કઃ જે રીતે તમારા દ્વારા બનાવવામાં આવતું ભોજન સ્વાદિષ્ટ તમારા સગા-સંબંધીઓ અને મિત્રોની વચ્ચે પ્રસંશા અપાવે છે. એવી જ રીતે એ પણ જરૂરી છે કે તમે તમારા કિચનને કેવી રીતે મેનેજ કરો છો. કારણ કે કિચનથી પરિવારનો સ્વાસ્થ્ય જોડાયેલો હોય છે. એટલે આજે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક ઉપયોગી ટિપ્સ (Easy Kitchen Hacks). આ સરળ ટિપ્સને ધ્યાનમાં રાખીને તમે તમારા કામને વધુ સરળ બનાવી શકો છો. તેનાથી તમારા કિચનમાં રાખેલી વસ્તુઓ ખરાબ પણ નહીં થાય અને ભોજન પણ સ્વાદિષ્ટ બનશે. આવું કરવાથી તમારા પરિવાર તમને...
  May 22, 10:28 PM
 • દૂધ રોટલી બનશે સોફ્ટ અને દૂધ ઉભરાશે નહીં, બહુ કામની છે આ 13 ટિપ્સ
  યુટિલિટિ ડેસ્ક: કિચનની કેટલીક સમસ્યાઓનું સોલ્યુશન આપણી નજર સામે હોય છે, છતાં ઘણીવાર આપણને ખબર હોતી નથી. આજે અમે પણ તમારા માટે લાવ્યા છીએ આવી જ કેટલીક Kitchen Tips જે તમારી સમસ્યાઓ પણ કરશે હલ. - રોટલીનો લોટ બાંધતી વખતે પાણીની સાથે થોડું દૂધ મિક્સ કરીને લોટ બાંધવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ બનશે. - અડધા લીંબુનો ઉપયોગ કરીને બાકીના લીંબુ પર મીઠું લગાવીને ફ્રિજમાં મૂકો. લીંબુ ફ્રેશ રહેશે. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરી જાણો વધુ Helpful Kitchen Hacks​​......
  May 22, 10:16 PM
 • ઘરે જ બનાવો કાચા પપૈયામાંથી રંગબેરંગી તુટ્ટી ફ્રૂટી
  તુટ્ટી ફ્રૂટી (HomemadeTutti Frutti Recipe) સામગ્રી: - એક મીડિયમ કાચું પપૈયું - બે વાટકી ખાંડ - ત્રણ વાટકી પાણી - ફૂડ કલર - બે ટીપા વેનીલા એસેન્સ રીત: સૌ પ્રથમ પપૈયાની છાલ કાઢી નાની નાની કટકી કરવી. પછી એક વાસણમાં ખાંડ અને પાણી લઇ ગેસ પર મૂકી હલાવતા રહેવું. પાણીમાં ખાંડ ઓગળે એટલે તેમાં પપૈયાની કટકી ઉમેરી દેવી. ૩-૪ મિનિટ ઢાંકીને રાખવી, પછી ગેસ બંધ કરી ૫-૬ મિનિટ એમજ ઢાંકીને રહેવા દેવું. પછી તેમાં વેનીલા એસેન્સ ઉમેરી હલાવી જેટલા કલરની કરવી હોય એટલા બાઉલમાં લેવી. પછી અલગ અલગ બાઉલમાં અલગ અલગ કલર ઉમેરી દઈ, હલાવી...
  May 22, 10:09 PM
 • નાના-મોટા દરેક કામને ઈઝી બનાવશે આ 6 ટિપ્સ, તમે પણ ટ્રાય કરી જુઓ
  યૂટિલિટી ડેસ્કઃ ઘરનું રસોડું કોઈ પણ ગૃહિણી માટે તેનું કાર્યસ્થળ હોય છે જ્યાં તે રસોઈમાં પોતાનો કમાલ બતાવે છે અને સાથે જ આખા પરિવારની હેલ્થનો ખૂણો પણ હોય છે. સામાન્ય રીતે ગૃહિણીઓ ભોજન બનાવવામાં નિષ્ણાત હોય છે, તેમ છતાં કેટલીક જરૂરી કિચન ટિપ્સ છે જે તેમને ખબર હોવી જોઈએ, તેથી આજે અમે ગૃહિણીઓને મદદરૂપ થાય તેવી કિચન ટિપ્સ લઈને આવ્યાં છીએ. આગળ જાણો કિચન ટિપ્સ વિશે...
  May 22, 07:00 PM
 • સ્વાદ કેટલા પ્રકારના હોય છે? જાણો ભોજન સાથે જોડાયેલી રસપ્રદ વાતો
  યૂટિલિટી ડેસ્કઃ સમગ્ર વિશ્વમાંથી ભારત આવતા વિદેશીઓ અહીંનું ભોજન ખૂબ પસંદ કરે છે. અહીં ભોજનમાં નાખવામાં આવતા મસાલાના કારણે ભારતીય વાનગીઓ વિશ્વ પ્રસિદ્ધ છે. આપણે ત્યાં ભોજન સાથે જોડાયેલી ઘણી એવી વાતો છે જે મોટાભાગના લોકો નહીં જાણતા હોય. અહીં જાણો ભારતીય ભોજન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. - પ્રાચીન સમયથી જ ભારતને મસાલાનો દેશ કહેવામાં આવે છે. ભારતમાં જેટલા મસાલા છે, એટલા દુનિયાના કોઈ અન્ય દેશમાં નથી. અહીં મસાલાનો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. - ભારતીય ભોજનમાં મીઠું-મરચું સૌથી વધુ...
  May 21, 05:49 PM