જ્યૂસ / રેસિપીઃ ગરમી ઠંડક મેળવવા ટ્રાય કરો વોટરમેલન જ્યૂસ

Recipes: Watermelon Juice

divyabhaskar.com

May 14, 2019, 03:57 PM IST

રેસિપી ડેસ્કઃ ગરમીની સિઝનમાં તરબૂચ ખાવાની મજા આવે છે. જે લોકો ડાયેટ કરતાં હોય તે લોકો ખાસ તરબૂચનું સેવન કરે છે કારણ કે એક પ્લેટ તડબૂચ ખાવાથી પેટ ભરાઇ જાય છે. ગરમીની સિઝનમાં વિકનેસ પણ લાગતી નથી. વોટરમેલન સ્વાદમાં તો ખૂબ ભાવે છે, પણ વચ્ચે વચ્ચે આવતાં બીયાંના કારણે ઘણા લોકો તરબૂચ ખાવાનું ટાળે છે. તો હવે ટાળવાના બદલે તરબૂચનો જ્યૂસ ટ્રાય કરો.
સામગ્રીઃ
નાના હોય તો 2 મોટું 1 તડબૂચ
લીંબુ - 1 નંગ
આઇસક્યૂબ્સ - 1 કપ
ખાંડ - સ્વાદ મુજબ
બનાવવાની રીત :
સૌથી પહેલાં તરબૂચને ધોઇ તેનો લાલ ગર કાઢી લો. તેના નાના નાના ટુકડા કરો. તેમાંથી બને એટલાં બિયાં કાઢી નાખો. તે પછી તરબૂચને મિક્સરમાં નાખી અને સારી રીતે ચલાવીને એકરસ કરો. હવે આ જ્યૂસને એક તપેલીમાં કાઢી તેને ગાળી લો. લીંબુનો રસ કાઢી તેને તરબૂચના જ્યૂસમાં ભેળવો. ઇચ્છો તો ખાંડ પણ નાખી શકો છો. ખાંડ નાખીને તે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. વોટરમેલન જ્યૂસ તૈયાર છે. તેને ગ્લાસમાં કાઢી તેમાં આઇસક્યૂબ્સ નાંખી સર્વ કરો.

X
Recipes: Watermelon Juice
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી