ઇડલી / રેસિપીઃ ઓછા સમયમાં તૈયાર કરો વેજીટેબલ બ્રેડ ઇડલી

divyabhaskar.com

May 24, 2019, 12:38 PM IST
Recipes:  Vegetable bread Idli

રેસિપી ડેસ્કઃ કોઇ વખત જમવાના સમયે જ મહેમાન આવવાના હોય તે જમવાની ના પાડે પણ તેમને નાસ્તો ધરવો હોય તો કઇ નવી વાનગી બનાવીએ? તે પ્રશ્ન પહેલા મનમાં આવે છે. તો આ સમયે વધુ વિચાર્યા વિના, મહેમાનને કંઇક નવીન પણ લાગે અને ઝડપથી તૈયાર થાય તેવી વાનગી બનાવો. રવા ઇડલી તો દરેકે ખાધી હશે, તો હવે ટ્રાય કરો વેજીટેબલ બ્રેડ ઇડલી.


સામગ્રીઃ
4 બ્રેડ સ્લાઇઝ
1/2 કપ દહીં
1/2 કપ ઝીણી સમારેલા કોબીજ અને ગાજર
1 લીલુ મરચું
1 ચમચી તેલ
1/2 ચમચી ઇનો
મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ બ્રેડ . તેની કિનારી કાપીને બ્રેડનાં નાના નાના કટકા કરી લો. દહીંમાં 1/2 કપ પાણી ભેળવીને દસ મિનિટ સુધી બ્રેડ તેમાં પલાળો. ત્યાર બાદ ચમચીથી તેને મેશ કરી લો. મેશ કરેલા દહીં બ્રેડના મિશ્રણમાં ગાજર અને કોબીજ મિક્સ કરો. પછી તેમાં મીઠું અને લાલ મરચું એડ કરો. ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવો. બ્રેડ મિશ્રણમાં ઇનો એડ કરીને બરોબર હલાવી દો. તૈયાર કરેલ ઇડલી સ્ટેનમાં મિશ્રણ એડ કરીને ગેસ પર પંદર મિનિટ રાખો. તૈયાર થયેલ ગરમા ગરમ ઇડલીને ચટણી કે સાંભાર સાથે સર્વ કરો.
નોંધઃ જો તમારે સંભાર કે ચટની ના બનાવી હોય તો વેજીટેબલ બ્રેડ ઇડલીને રાઇનો વગાર કરીને ફ્રાઇ કરીને ફ્રાય વેજીટેબલ બ્રેડ ઇટલી પણ તૈયાર કરી શકો છો.

X
Recipes:  Vegetable bread Idli
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી