ભુજીયા / રેસિપીઃ નાસ્તામાં બનાવો ચટપટાં સીંગ ભુજીયા

Recipes: sing bhujiya

divyabhaskar.com

May 15, 2019, 03:35 PM IST

રેસિપી ડેસ્કઃ બજારમાં મળતાં પેકેટનાં નાસ્તા ટેસ્ટમાં સારા લાગે છે, પરંતુ તેમાં તેલ કેવું વપરાયું હશે?, તેમાં વપરાયેલા મસાલા કેવા હશે? વગેરે જેવા વિચારો આવતાં હોય છે. જો ટેસ્ટ સારો હોય, તો પૈસા વધુ અને કોન્ટિટી ઓછી હોય છે. તો દરેકને ભાવતા નાસ્તા ઘરે જ બનાવો. અન્ય નાસ્તા તો ઘરે બનાવીએ છીએ પણ સીંગ ભુજીયા ઘરે? જી, હાં નાસ્તામાં સીંગ ભુજીયા પણ ઘરે બનાવી શકાય છે.

સામગ્રી:
સીંગ દાણા
1/3 બાઉલ ચણાનો લોટ
1 નાની ચમચી ચાટ મસાલો
3/4 નાની ચમચી લાલ મરચું
1/2 નાની ચમચી આમચૂર પાવડર
1/2 પાઉડર ધાણાજીરૂં પાઉડર
1/4 નાની ચમચી ગરમ મસાલો
ચપટી હળદર
ચપટી ખાવાનો સોડા
મીઠું સ્વાદ અનુસાર
તળવા માટે તેલ

બનાવવાની રીત:
સૌપ્રથમ એક પાત્રમાં ચણાનો લોટ લો, તેમાં પાણી એડ કરીને મિક્સ કરો. એકદમ પાતળુ ખીરુ તૈયાર કરો. હવે તેમાં આમચૂર પાવડર, ગરમ મસાલો, હળદર, ખાવાનો સોડા, ધાણાજરું પાઉડર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે બીજી બાજુ તળવા માટે તેલ ગરમ મૂકો. તૈયાર કરેલા ખીરામાં સીંગદાણા મિક્સ કરો. તેલ ગરમ થાય એટલે હાથમાં એક-એક સીંગ લઈ તેલમાં નાંખો. મીડીયમ તાપે સીંગ ભુજીયાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. હવે આ જ રીતે બધી સીંગ તળી લો. જયારે બધા સીંગ ભુજીયા તળાય જાય, ત્યારબાદ તેમાં ચાટ મસાલો સારી રીતે ભભરાવી દો. સીંગ ભુજીયા ઠંડા થાય ત્યાર બાદ તેને ડબ્બામાં ભરી લો. મન થાય ત્યારે નાસ્તામાં ખાઓ ચટપટાં ક્રિસ્પી સીંગ ભુજીયા.
નોંધઃ સીંગ ભુજીયામાં તીખાશ કરવી હોય તો તળાયા બાદ તેમાં લાલ મરચું ભભરાઇ શકો છો.

X
Recipes: sing bhujiya

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી