નાસ્તો / રેસિપીઃ ઘરે જ બનાવો હેલ્ધી ટેસ્ટી નાચોસ

Recipes: Nachhos

divyabhaskar.com

May 16, 2019, 03:40 PM IST

રેસિપી ડેસ્કઃ અત્યારે બધા બાળકોને બજારમાં મળતા નાચોસ ખૂબ જ ભાવે છે. બાળકોને ભાવતા નાચોસ ઘરે જ બનાવો અને બાળકોને નાસ્તામાં આપો. નાચોસ બનાવવાની સાવ સરળ પદ્ધતિ છે, તો નાચોસ બનાવવા માટે ઝડપથી નોંધીલો રેસિપી.

સામગ્રીઃ
મકાઇનો લોટ ૧ કપ
ઘઉંનો લોટ- 2 કપ
હળદર -૧/૪ ચમચી
તેલ તળવા માટે
મીઠું સ્વાદ અનુસાર
અજમો ચમચી

બનાવવાની રીતઃ

એક મોટી પેનમાં ઘઉંનો લોટ લો. તેમાં મકાઇનો લોટ, મીઠું, હળદર મિક્સ કરી, તેલનું મોણ નાંખીને લોટમાં ગરમ પાણીથી કડક લોટ બાંધો. લોટને ૧૦થી ૧૫ મિનિટ ઠાંકીને રાખી મૂકો. થોડીવાર બાદ લોટ ફૂલી જશે. હવે હાથમાં થોડુ તેલ લગાવીને લોટ મસળી લો. લોટમાંથી નાના લુઆ બનાવી તૈયાર કરો. લુઆમાંથી પાતળી પૂરી વણી લો, ત્યાર બાદ પૂરીમાં કાટાં ચમચી વડે કાંણા પાંડો અને પછી કટરથી તેને ત્રિકોણ આકારમાં કટ કરી લો. ત્યાર બાદ તેને તેલમાં કાપેલા નાચોસને તળી લો. તળાઇ જાય એટલે તેની પર થોડુ મરચું, ચાટ મસાલાને તડેલા નાચોસ પર ભભરાવો. તૈયાર છે હેલ્ધી ટેસ્ટી નાચોસ. તેને મેયોનિઝ અથવા ટામેટા સોસ સાથે સર્વ કરો.

X
Recipes: Nachhos

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી