ખીર / રેસિપીઃ ડેઝર્ટમાં ટ્રાય કરો ખજૂરની ખીર

Recipes: Khajur ni kheer

divyabhaskar.com

May 13, 2019, 01:38 PM IST

રેસિપી ડેસ્કઃ ખીરની વાત આવે એટલે પહેલો વિચાર ચોખાની કે સાબુદાણીની ખીરનો જ આવે છે. પરંતુ આ વિચારમાં બદલાવ લાવીને કંઇક નવું ટ્રાય કરો. ગરમીની સિઝનમાં ડિનર બાદ સર્વ કરો ખજૂરની ખીર

સામગ્રીઃ
બે કપ ફોલેલા ખજૂર, 3 લીટર ઉકાળેલું દૂધ, એક ચમચી ઘી, થોડી સમારેલી ખજૂર, સમારેલા કાજુ, બદામ અને પીસ્તા, ચપટી ઇલાયચી પાઉડર

બનાવવાની રીતઃ
સૌપ્રથમ એક દૂધ કરો, તેમાં ખજૂરને પલાળી રાખો. ત્યાર બાદ એક પૅનમાં ઘી ગરમ કરો. તેમાં સમારેલા કાજુ, બદામ, પીસ્તા અને એક ચમચી સમારેલી ખજૂર નાંખીને શેકી લો. હવે મિક્સરમાં પલાળેલી ખજૂર દૂધ સાથે જ ક્રશ કરી લો. હવે બીજા પાત્રમાં દૂધ ગરમ કરો. દૂધને ધીમા તાપે ઉકાળી લો. હવે તેમાં ક્રશ કરેલી ખજૂરની પેસ્ટ મિક્સ કરી લો. ખીરને સતત હલાવતા રહો, થોડી વાર પછી ખીર ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં ઘીમાં શેકેલી ખજૂર અને ડ્રાયફ્રૂટ, ઇલાયચી પાઉડર મિક્સ કરીને ડ્રાયફ્રૂટ વડે ગાર્નિશ કરો. તૈયાર છે ખજૂરની ખીર.
નોંધઃ ખજૂરની ખીરને ઠંડી કરીને ફ્રીઝમાં મૂકી શકો છો, જમતી વખતે કે ડેજર્ટમાં સર્વ કરો.

X
Recipes: Khajur ni kheer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી