બાફલો / રેસિપીઃ ખાટો-મીઠો કાચી કેરીનો બાફલો

Recipes: keri no bhaflo

divyabhaskar.com

May 16, 2019, 03:05 PM IST

રેસિપી ડેસ્કઃ ગરમીની સિઝનમાં લૂ લાગવાના કિસ્સા વધારે રહે છે. આ સિઝનમાં કાચી કેરીનો બાફલો પીવામાં આવે તો લૂ સામે રક્ષણ મળે છે. ખાટો-મીઠો કેરીનો બાફલો સ્વાદમાં પણ સ્વાદિષ્ટ લાગે છે. તો આ ઉનાળામાં ટ્રાય કરો ખાટો-મીઠો કેરીનો બાફલો

સામગ્રી:

100 ગ્રામ કાચી કેરી
3-4 ગ્લાસ પાણી
100 ગ્રામ ગોળ
1/4 ચમચી મરચું
1/2 ચમચી જીરાનો પાઉડર
મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત:
સૌ પ્રથમ કેરીને ધોઈ લો. કેરીને છોલીને, નાના કટકાં કરીને કુકરમાં બાફી લો. બફાઇ જાય એટલે એક પાત્રમાં કાઢી લો. . હવે એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું, તેમાં સમારેલો ગોળ મિક્સ કરો. ત્યાર બાદ તેને બાફેલી કેરીમાં મિક્સ કરી અને હેન્ડ મિક્સર(બ્લેન્ડર) વડે ક્રશ કરી લો. તેમાં મીઠું, મરચું અને ખાંડેલું જીરું મિક્સ કરી લો. હવે ધીમાં તાપે તેને ગેસ પર મૂકી દો, એક- બે ઉભરા આવે એટલે ગેસ બંધ કરી લો. તૈયાર છે કેરીનો બાફલો.
નોંધઃ બાફલાને ઠંડો કરીને ફ્રીઝમાં રાખી શકાય છે, અને તેને શરબતની જેમ સર્વ કરી શકાય. તથા મોળી ખીચડી સાથે પણ ખાઇ શકાય છે.

X
Recipes: keri no bhaflo

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી