શરબત / રેસિપીઃ ગરમીની સિઝનમાં ઘરે બનાવેલા જલજીરા શરબતનો સ્વાદ માણો

Recipes:  Jalajira Sharbat

divyabhaskar.com

May 17, 2019, 01:20 PM IST

રેસિપી ડેસ્કઃ ગરમીની સિઝનમાં ખોરાક કરતાં ઠંડા પીણાંનું સેવન કરવું લોકો વધુ પસંદ કરે છે. જો ઘરે કોઇ મહેમાન આવે તો તેઓને પણ ઠંડાપીણાની ઓફર જ કરીએ છીએ. બજારમાં મળતાં શરબત કરતાં ઘરે જ બનાવેલું શરબત સર્વ કરો.

સામગ્રીઃ

ફુદીનાના પાન - અડધો કપ,
કોથમીર - અડધો કપ,
લીંબુ - 2 નંગ ,
ખાંડ - 1 ચમચો,
શેકેલું જીરું - 2 ચમચી
સંચળ - 1 ચમચી,
આદું - નાનો ટુકડો,
હિંગ - ચપટી,
મરી પાઉડર- અડધી ચમચી,
મીઠું - સ્વાદ મુજબ,
બુંદી - 3 ચમચી

બનાવવાની રીત :

ફુદીના અને કોથમીરને સાફ કરો. આદું છોલી તેને સારી રીતે ધોઇ બારીક સમારી લો. હવે કોથમીર, ફુદીનો, આદું, શેકેલું જીરું, મરી, હિંગ, સંચળ અને મીઠું મિક્સરમાં નાખી બારીક ક્રશ કરી લો. આ પેસ્ટને એક બાઉલમાં કાઢી અને તેમાં ચાર ગ્લાસ ઠંડું પાણી રેડી સારી રીતે મિક્સ કરો. તેમાં લીંબુનો રસ ઉમેરો. જલજીરા તૈયાર છે, ગ્લાસમાં જલજીરા શરબત ભરીને બુંદી નાંખીને સર્વ કરો. ઇચ્છો તો આમાં બરફનો ભૂકો નાંખી શકો છો.

X
Recipes:  Jalajira Sharbat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી