એગલેસ કેક / રેસિપીઃ હેલ્ધી એન્ડ ટેસ્ટી ડેટ્સ કેક

Recipes: Healthy and Tasty Dates Cake

divyabhaskar.com

May 14, 2019, 03:40 PM IST

રેસિપી ડેસ્કઃ ડાયેટ કરતી વ્યક્તિ ક્રીમ અને ચોકલેટ ખાવાનું ટાળે છે, જેના કારણે તે બજારમાં મળતી કેક-પેસ્ટ્રી તો જોતી પણ નથી. પરંતુ ક્યારેક તો ખાવાનું મન થાય છે. તો હવે મન થાય ત્યારે ઘરે જ બનાવો હેલ્ધી એન્ડ ટેસ્ટી એગલેસ ડેટ્સ કેક.

સામગ્રીઃ
1 કપ મેંદો
1/2કપ ફોલેલા ખજૂર
2 કપ કપ દૂધ
1/2 કપ દળેલી ખાંડ
1/2 કપ તેલ
3 ચમચી બેકિંગ સોડા
ડ્રાયફૂટ

બનાવવાની રીતઃ

સૌ પ્રથમ ખજૂરને એક કપ દૂધમાં પલાળી રાખો. 15 મિનિટ પછી તે ક્રશ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે એક બાઉલમાં મેંદો, બેકિંગ સોડા, તેલ, ઘી, ખાંડ, દૂધ અને ખજૂરની પેસ્ટ મિક્સ કરો. કેકના ડબ્બામાં ઘી લગાવીને તે મિશ્રણ ડબ્બામાં ભરો. ત્યાર બાદ માઇક્રોવેવને 180 ડિગ્રી પર પ્રી-હીટ કરીને 30-35 મિનિટ સુધી કેકને બેક થવા દો. તૈયાર છે તમારી ડેટ્સ કેક.

X
Recipes: Healthy and Tasty Dates Cake
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી