છાશ / રેસિપીઃ ગરમીમાં ઠંડક આપશે ગ્રીન મસાલા છાશ

Recipes: Green masala chash

divyabhaskar.com

May 24, 2019, 12:21 PM IST

રેસિપી ડેસ્કઃ ગરમીમાં ભોજન બાદ છાશ પીવાનો એક રિવાજ જ બની ગયો છે. તેમાં પણ ગરમીની સિઝનમાં છાશ વિના તો જમવું પણ મુશ્કેલ છે. ઘણા લોકોને તો ઉનાળામાં ભોજન ન મળે તો ચાલે પણ છાશ તો જોઇએ જ. તો તેવા છાશના શોખીન લોકો માટે ઘરે જ તૈયાર કરો ગ્રીન મસાલા છાશ.

સામગ્રીઃ
છાશ - 2 કપ,
દહીં - અડધો કપ
ફુદીનો - 2 ચમચા,
શેકેલું જીરું - 1 ચમચી
શેકેલા જીરાનો પાઉડર - અડધી ચમચી
સંચળ - અડધી ચમચી,
મરીનો ભૂકો - અડધી ચમચી,
બરફનો ભૂકો - 1 વાટકી
મીઠું - સ્વાદ મુજબ

બનાવવાની રીત :

ફુદીનાનાં પાનને સાફ કરીને ધોઇ લો. તે પછી મિક્સરમાં ફુદીનાના પાન, છાશ, દહીં, શેકેલું જીરું, મરી, સંચળ અને મીઠું નાંખો અને તેને ગ્રાઇન્ડ કરી એકરસ કરો. આને એક તપેલીમાં કાઢીને તેમાં એક ગ્લાસ પાણી સારી રીતે મિક્સ કરો. ટેસ્ટી ગ્રીન મસાલા છાશ તૈયાર છે. તેમાં જરૂર પૂરતો બરફનો ભૂકો અને શેકેલા જીરાનો પાઉડર ભભરાવી સર્વ કરો. આવી ગ્રીન મસાલા છાશ ઉનાળામાં ખૂબ ઠંડક આપે છે.

X
Recipes: Green masala chash

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી