જ્યૂસ / રેસિપીઃ ખાટ્ટો મીઠો ફાલસાનો જ્યૂસ

divyabhaskar.com

May 20, 2019, 02:08 PM IST
Recipes: Falasa no Juice

રેસિપી ડેસ્કઃ કેરી, નારંગી, મોસંબી, પાઇનેપલ વગેરે જેવા ફળોનો જ્યૂસ તો આપણે બનાવતા જ હોઇએ છીએ. વિવિધ ફળોની જેમ ક્યારેક ફાલસાનો જ્યૂસ પણ ટ્રાય કરો.

સામગ્રીઃ
ફાલસા - 2 કપ,
ખાંડ - અડધો કપ,
સંચળ - અડધી ચમચી,
બરફનો ભૂકો,
લીંબુ - 1 નંગ

બનાવવાની રીતઃ
ફાલસાને પાણીની ધાર નીચે રાખી હળવા હાથે ધોઇ લો. ફાલસા ખરાબ ન થઇ જાય તેનું ધ્યાન રાખો. તે પછી ચાળણીને એક તપેલી પર રાખો જેથી વધારાનું પાણી નિતરી જાય. એ પછી મિક્સરમાં ખાંડ અને અડધો કપ પાણી રેડી ખૂબ બ્લેન્ડ કરો જેથી ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી જાય. તેને એક તપેલીમાં કાઢી ફાલસાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો. જેથી ફાલસાનો ગર અને બી અલગ થઇ જશે. હવે ચાર કપ પાણી રેડો અને મિક્સરમાં સારી રીતે ગ્રાઇન્ડ કરો. તૈયાર જ્યૂસને એક તપેલીમાં કાઢી અને ગાળી લો. તે પછી લીંબુનો રસ નીચોવો. ફાલસાના જ્યૂસને ગ્લાસમાં ભરી તેમાં બરફનો ભૂકો નાખી સર્વ કરો.

X
Recipes: Falasa no Juice
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી