પાસ્તા / રેસિપીઃ સ્ટાર્ટરમાં કે ડિનરમાં બનાવો ક્રિમી પાસ્તા

divyabhaskar.com

May 20, 2019, 03:15 PM IST
Recipes: Creamy Pasta

રેસિપી ડેસ્કઃ લંચમાં ભલેને ફૂલ ભાણું જમવું ગમતું હોય, પણ ડિનરમાં તો કોઇ વાનગી બનેલી હોય તો પણ ઘરના સભ્યો હોંશે હોંશે જમે છે. તેમાં પણ જો કોઇ મહેમાન આવવાના હોય તો તેઓ એક નહીં પણ અનેક વાનગી બનાવે છે. તેવા સમયે ક્રિમી પાસ્તાને સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકો છો.

સામગ્રીઃ

½ કપ ક્રિમ
1 નાની ચમચી મીંઠુ
½ ચમચી ગાર્લિક પાવડર
½ કપ ઝીણી સમારેલી ડુંગળી
½ ચમચી ઓનિયન પાવડર
¼ કાળા મરીનો પાવડર
¼ ચમચી સફેદ મરી પાવડર
2 કપ બાફેલા પાસ્તા
½ કર ઝીણું સમારેલું ગાજર
11/2 કપ મેયોનીઝ
મીંઠુ સ્વાદ અનુસાર
કોથમીર

બનાવવાની રીતઃ

એક તપેલી લો. તેમાં થોડું મીઠું પાસ્તા અને થોડું પાણી એડ કરી અને તેને મઘ્ય તાપે ઉકાળો. 8-10 મિનિટ પછી પાસ્તાને કાણાવાળા બાઉલમાં કાઢીને ઠંડા કરી લો. હવે એક બાઉલમાં ગાર્લિક પાવડર, ઓનિયન પાવડર, સફેદ મરચું, મરીપાવડર અને મીઠું એડ કરીને પાસ્તાનો મસાલો તૈયાર કરો. હવે એક પેન લો તેમાં ક્રિમ અને મેયોનીઝ એડ કરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં બાફેલા પાસ્તા એડ કરી, તેમાં પાસ્તાનો મસાલો એડ કરો. તૈયાર છે ક્રિમી પાસ્તા તેને એક બાઉલમાં કાઢીને કોથમીર વડે ગાર્નિશ કરીને સર્વ કરો.

X
Recipes: Creamy Pasta
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી