ઢોંસા / રેસિપીઃ ડિનરમાં ટ્રાય કરો ચીઝ સ્પ્રિંગ ઢોંસા

Recipes: Cheese Spring  Dhosa

divyabhaskar.com

May 15, 2019, 03:01 PM IST

રેસિપી ડેસ્કઃ મસાલા ઢોંસા તો દરેક ઘરે બનતા જ હોય છે, પરંતુ તેમ છતાં બહાર હોટલમાં લોકો ઢોંસા ખાવા કેમ જાય છે? તો હોટલમાં વિવિધ પ્રકારના ઢોંસા ખાવા મળે છે તેથી તેઓ બહાર ઢોંસાનો સ્વાદ માણવા જાય છે. તો વિવિધ પ્રકારના ઢોંસામાંથી તમે પણ ઘરે બનાવો ચીઝ સ્પિંગ ઢોંસા.

સામગ્રીઃ
1 બાઉલ ઢોસાનું ખીરું
2 નંગ લાંબી સમારેલી ડુંગળી લાંબી
1 નંગ લાંબા સમારેલા કેપ્સીકમ
1 કપ લાંબી સમારેલી કોબીજ
1/2 કપ સમારેલા ગાજર (બાફેલા)
મીઠું સ્વાદાનુસાર
કોથમીર ફુદીનાની ચટણી
તેલ કે બટર
મીઠું સ્વાદાનુસાર
કોથમીર

બનાવવાની રીતઃ
સૌ પ્રથમ એક નોન સ્ટીક તવી પર અડધી ચમચી તેલ લગાવી સ્પ્રેડ કરો અને પછી તેના પર પાણી છાંટી કપડાં વડે લુછી લો. હવે તવી પર એક ચમચો ઢોસાનું ખીરું મૂકી પાથરી લો. ત્યારબાદ તેના પર બટર મિક્સ કરેલી ચટણીનું પાતળું લેયર કરો. ત્યાર બાદ તેના પર લાંબા સમારેલી ડુંગળી, ગાજર, કોબીજ અને કેપ્સીકમ પાથરો. હવે તેના પર સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો ભભરાવો. સ્પ્રિંગ ઢોસા કડક થાય એટલે તવી પર રોલ કરી લો અને નીચે ઉતારી લો. ગરમ-ગરમ સ્પ્રિંગ ઢોસાને કટ કરીને પ્લેટમાં મૂકો. હવે તેની પર ચીઝ છીણીને કોથમીર વડે ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા-ગરમ સ્પ્રિંગ ઢોંસા. તેને સંભાર, કોપરાની ચટણી સાથે સર્વ કરો.

X
Recipes: Cheese Spring  Dhosa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી