પિત્ઝા / રેસિપીઃ બ્રેડનું બેઝ રાખીને બનાવો યમ્મી બ્રેડ પિત્ઝા

Recipes: Bread Pizza

divyabhaskar.com

May 14, 2019, 04:31 PM IST

રેસિપી ડેસ્કઃ મોટાભાગનાં ઘરોમાં વેકેશન દરમિયાન બાળકોને ભાવતી વાનગીઓ જ બનતી હોય છે. તેમાં અત્યારનાં બાળકોને પિત્ઝા, ફ્રેન્કી, નૂડલ્સ, બર્ગર જેવા ફાસ્ટ ફૂડ જ ભાવતા હોય છે. જો કે ફાસ્ટફૂડ સ્વાસ્થ માટે હાનિકારક હોય છે, પરંતુ જો ઘરે આ પ્રકારની વાનગી બનાવવામાં આવે તો તેને વેજીટેબ્સનો ઉપયોગ કરીને પૌષ્ટિક બનાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો હેલ્ધી યમ્મી બ્રેડ પિત્ઝા.
સામગ્રીઃ
બ્રેડનું પેકેટ
2 ક્યુબ ચીઝ
250 ગ્રામ બાફેલી મકાઇ
3 સમારેલા કેપ્સીકમ
3 સમારેલી ડુંગળી
આદું-મરચાંની પેસ્ટ
તેલ -ઘી- બટર
મીઠું, મરચું, ખાંડ, ગરમ મસાલો - સ્વાદ અનુસાર
ઓરેગાનો અને ચિલિફ્લેક્સ જરૂર મુજબ
બનાવવાની રીતઃ
સૌ પ્રથમ એક પેન લો. તેમાં તેલ-ઘી કે બટર નાંખો. તે ગરમ થાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાંખો. ડુંગળી ગુલાબી થાય એટલે તેમાં કેપ્સીકમ નાંખી મીઠું મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં બાફેલી મકાઇ, આદુ-મરચાંની પેસ્ટ નાંખીને ગરમમસાલો, મરચું પાવડર નાંખીને બરાબર મિક્સ કરી લો. આ તૈયાર મિશ્રણને એક બાઉલમાં ઠંડુ કરવા મૂકો. બ્રેડની સ્લાઇસ ઉપર ટામેટાનો સોસ પાથરો. ત્યાર બાદ તેની પર તૈયાર કરેલ મિશ્રણ પાથરીને તેની પર ચીઝ છીણી અને પ્રિહીટેડ ઓવનમાં ૩૨૫ ફે. તાપે બેક કરો. ચીઝ બરાબર ઓગળી જાય પછી કાઢી, તેની પર ઓરેગાનો અને ચિલિફ્લેક્સ નાંખીને, ટામેટો કેચપ સાથે સર્વ કરો.
નોંધઃ જો ઓવન ન હોય તો તવી પર પણ બ્રેડ પિત્ઝા બનાવી શકો છો.

X
Recipes: Bread Pizza
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી