ચાટ / રેસિપીઃ ઘરે બનાવો ટેસ્ટી આલુ બાસ્કેટ ચાટ

divyabhaskar.com

May 17, 2019, 02:44 PM IST
Recipes: allu basket chatt

રેસિપી ડેસ્કઃ રોજબરોજના સાદા ભોજનથી કંટાળી ગયા છો અને કંઇક નવીન બનાવવાની ઇચ્છા છે. તો ટ્રાય કરો ટેસ્ટી આલુ બાસ્કેટ ચાટ

સામગ્રીઃનાના બટાકા ૫૦૦ ગ્રામ
ફણગાવેલા મગ-મઠ ૨૦૦ ગ્રામ
ઝીણા સમારેલા ટમેટાં ૨ નંગ
દાડમના દાણા ૧ નંગ
ઝીણી સેવ ૧૦૦ ગ્રામ
ગળી ચટણી
તીખી ચટણી
દહીં
કોથમીર
ચાટમસાલો
જીરૂં પાવડર
મીઠું પ્રમાણસર

બનાવવાની રીત:
બટાકા ધોઈને મીઠું નાંખીને બાફીલો. તેના બે ભાગ કરો. છાલ ઉતારી લો. અડધ અડધા બટાકાને વચ્ચેથી સ્કૃપ કરીને વચ્ચેનો ગર કાઢી લો. તેથી ગોળ વાટકી જેવા બાસ્કેટ તૈયાર થશે. ત્યાર બાદ મગ-મઠ બાફી લો. કાકડી ટમેટાના નાના નાના પીસ કરો. અને દાડમ છોલી લો. આલુ બાસ્કેટમાં નીચે લીલી ચટણી લગાડો તેના ઉપર મગ-મઠ નાખો. તેના ઉપર કાકડી ટમેટાના ઝીણા પીસ નાખો અને મીઠુ-જીરૂનો પાવડર નાંખો. તેના ઉપર દાડમ ઝીણી સેવ, ચાટ મસાલો, ગળી ચટણી, તીખી ચટણી, દહીં, કોથમીર ગાર્નિશ કરો. તૈયાર બાસ્કેટ આલુ ચાટ.

X
Recipes: allu basket chatt
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી