સ્વીટ / રેસિપીઃ ભોજન સાથે સર્વ કરો ગોળપાપડી

Recipes: godpapdi

divyabhaskar.com

May 19, 2019, 10:26 PM IST

રેસિપી ડેસ્કઃ ઘણા લોકોના ઘરમાં રિવાજ જ હોય છે કે ભોજન સાથે કઇક ગળ્યું તો પીરસવું જ પડે. ઉનાળામાં તો સામાન્ય રીતે સ્વીટમાં કેરીનો રસ પીરસવામાં આવે છે. પરંતુ ભોજનની સાથે તમે ગોળપાપડી પીરસો, ગોળપાપડી લાંબા સમય સુધી બગડશે પણ નહીં. જો તમે ક્યાંક ફરવા જવાનો પ્લાન કરી રહ્યાં છો તો પણ ગોળપાપડી સાથે લઇ જઇ શકશો.

સામગ્રીઃ
૧ કપ ઘઉંનો લોટ
૧ ચમચી ખસખસ
૫ ચમચી ઘી
2 કપ સમારેલો ગોળ
અડધી ચમચી ઇલાયચી પાઉડર
૧ ચમચી છીણેલું નાળિયેર સજાવટ માટે
બદામ અને પીસ્તાની કાતરી


બનાવવાની રીતઃ
સૌ પ્રથમ એક નોન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય ત્યાર બાદ તેમાં ઘઉંનો લોટ મેળવીને ધીમા તાપે ૧૫થી ૨૦ મિનિટ સુધી અથવા તો લોટનો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. ત્યાર બાદ તેને બર્નર પરથી નીચે ઉતારીને તેમાં ગોળ, ઇલાયચી પાઉડર અને નાળિયેર મેળવીને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર બાદ એક ગોળ થાળીમાં થોડું ઘી ચોપડી ઉપર ખસખસ પાથરી લો. જ્યારે ગોળ સંપૂર્ણ ઓગળી જાય અને મિશ્રણ હજી ગરમ હોય ત્યાં જ તેને ખસખસ ચોપડેલી થાળીમાં નાંખીને વાટકી વડે દબાવીને સારી રીતે પાથરી લો. મિશ્રણ હજી થોડું ગરમ હોય ત્યારે તેના ટુકડા થાય એટલે કાપા પાડી લો. ઉપર બદામ અને પીસ્તાની કાતરી પાથરીને ગાર્નિશ કરો. તૈયાર છે ગોળપાપડી

X
Recipes: godpapdi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી