Divyabhaskar.com
Jul 23, 2019, 05:35 PM ISTરેસિપી ડેસ્ક: મોટે ભાગે ભારતીયોને બટર અથવા માખણ ખાવું પસંદ હોય છે. પરાઠા, કુલચા, પાઉભાજી સહીત અનેક વસ્તુઓમાં ઉપરથી એક્સ્ટ્રા બટર લેવાની આદત હોય છે. આ તમામ વસ્તુ કરતાં બટરવાળી ચા પીવાથી ફાયદો થાય છે, જે તિબેટિયન લોકોની પરંપરાગત ચા છે.
તિબેટમાં બટરવાળી ચાને ' પો ચા ' નામથી ઓળખવામાં આવે છે. આ ચા ને બ્લેક ટીમાં બટર અને મીઠું નાખીને બનાવવામાં આવે છે. 'પો ચા ' તિબેટીયનોની જીવનશૈલીનો એક મહતત્તવનો ભાગ છે. નોમાડ્સ તિબેટિયન (તિબબતમાં ઘુમતૂ પ્રજાતિના લોકો) એક દિવસમા 30 કપ બટર ટી પીવે છે. બટરમાં ઉષ્ણતા, ફેટ અને એનર્જી હોવાથી હિમાલયના ઠંડાં પ્રદેશોમાં રહેતાં તિબેટીયનો માટે આ ચા ફાયદાકારક છે. આ ચા પીવાથી હોંઠોની ફાટી જવાની સમસ્યાથી રક્ષણ મળેછે. તિબેટિયન લોકો જવ અથવા ઘઉંથી બનેલા એક ખાસ ફાળાનો નાસ્તો કરે છે, જેને 'સામ્પા' કહેવામાં આવે છે.
વિશેષ પ્રકારની કાળી ચાનો ઉપયોગ થાય છે
તિબ્બતમાં બટર ટી બનાવવા માટેની પારંપરિક પ્રક્રિયા સરળ નથી. ત્યાં આ ચાને બનાવવા માટે પેમાગુલ ક્ષેત્રમાં થતી એક ખાસ કાળી ચાનો જ ઉપયોગ કરવામ આવે છે. આ ચા ને પાણીમાં ત્યાં સુધી ઉકાળવામાં આવે છે જ્યા સુધી, મિશ્રણ ઘટ્ટ અને ડાર્ક બ્રાઉન ન થઇ જાય. આ મિશ્રણને 'ચાકૂ' કહેવામાં આવે છે. આ મિશ્રણને એક જારમાં રાખવામાં આવે છે, જેનો ઉપયોગ ઘણા દિવસો સુધી થઇ શકે છે. જ્યારે પણ બટર ટી બનાવી હોય ત્યારે આ મિશ્રણમાં પાણી અને થોડું દૂધ ઉમેરીને તેને ઉકાળવામાં આવે છે. થોડા સમય પછી આ મિશ્રણને લાકડાની એક ખાસ આકારની બરણીમાં નાખવામા આવે છે. ત્યારબાદ મોટા પ્રમાણમાં માખણ ઉમેરીને તેને તમામ વસ્તુ મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવવામાં આવે છે. આ ચા બનાવવા માટે તિબેટિયન યાકનાં દૂધનો જ પ્રયોગ કરતાં હોય છે.
બાઉલમાં પીરસવામાં આવે છે બટર ટી
તિબ્બતની બહાર બટર ટી બનાવવા માટે સામાન્ય ચાનો પાવડર (ટી બેગ્સ) અને કોઈ પણ દૂધ નો ઉપયોગ કરવામાં આવે છે. 'પો ચા' પીવા માટે પણ એક એક ખાસ રીતનો ઉપયોગ થાય છે. તિબેટમાં જો કોઈના ઘરે મહેમાન આવે તો, બટર ટીને એક બાઉલમાં આપવામાં આવે છે. બટરને સિપ મારીને પીવામાં આવે છે.