રેસિપી / ક્રિસ્પી અને નમકીન આલુ પાપડીને ચાની સાથે ટ્રાય કરો

very delicious crispy and salty allu papadi

Divyabhaskar.com

Jul 15, 2019, 06:34 PM IST

રેસિપી ડેસ્ક. વરસાદની સિઝનમાં સાંજે ચા સાથે કંઈક ક્રિસ્પી અને નમકીન ખાવા મળી જાય તો મજા આવી જાય. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ક્રિસ્પી અને નમકીન આલુ પાપડી રેસિપી. જેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

સામગ્રી
1 કપ મેંદો
1/2 બટાકાનો માવો
1/2 ચમચી મીઠું
1/2 ચમચી અજમો
2 ચમચી તેલ

બનાવવાની રીત

 • એક વાસણમાં 1 કપ મેંદામાં 1/2 કપ બટાકાનો માવો, 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી અજમો અને 2 ચમચી તેલ નાખી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લેવી.
 • સામગ્રીની અંદર ધીમે ધીમે પાણી નાખીને લોટ બાંધી લેવો
 • લોટ તૈયાર થઈ જાય બાદમાં તેને 15-20 મિનિટ સુધી રાખી મુકવો
 • હવે લોટના નાના નાના લુવા બનાવવા
 • લોવાને હાથની મદદથી દબાવી દેવા.
 • એક કઢાઈમાં તેલ કાઢવું અને તેલને ગરમ કરવું.
 • હવે એક એક કરીને તેમાં લુવા નાખવા
 • પાપડી ગોલ્ડન બ્રાઉન થઈ જાય બાદમાં તેને તેલમાંથી કાઢી લેવી
 • તો તૈયાર છે ક્રિસ્પી અને નમકીન આલુ પાપડી. તમે તેને કોઈ ડબ્બામાં ભરીને 30 દિવસ સુધી રાખી શકો છો.
X
very delicious crispy and salty allu papadi
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી