Divyabhaskar.com
Jul 22, 2019, 06:39 PM ISTરેસિપી ડેસ્ક. વરસાદની સિઝનમાં ભજીયા તો દરેક લોકો ખાતા હોય છે પરંતુ આજે અમે તમારા માટે બ્રેડ પિઝા પોકેટ્સ રેસિપી લઈને આવ્યા છીએ. જે બનાવામાં એકદમ સરળ છે. બાળકોને પણ પિઝા પોકેટ્સ બહુ ભાવશે. તો જાણી લો બ્રેડ પિઝા પોકેટ્સ બનાવવાની રીત.
સામગ્રીઃ
- 8 વાઈટ બ્રેડ સ્લાઈસ
- સમારેલા કેપ્સિકમ
- સમારેલા ગાજર
- 1 ટમેટું
- 1 ચમચી અમેરિકન મકાઈ
- 2 ચમચી ચીઝ
- 2 ચમચી ટામેટા સોસ
- 1 ચમચી ઓરેગાનો
- સ્વાદનુસાર મીઠું
- 1 ચમચી આદું
- 4થી 5 ચમચી મેંદો
- તળવા માટે તેલ
બનાવવાની રીતઃ
- સૌથી પહેલાં કેપ્સિકમ મરચાં, ગાજર અને ટામેટાને ઝીણાં સમારી લેવાં.
- એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ કરવું અને તેમાં આદુંનો વઘાર કરો, બાદમાં તેમાં કેપ્સિકમ, ગાજર, ટામેટા અને અમેરિકન મકાઈ નાખવી અને 2થી 3 મિનિટ સુધી ચઢવા દો.
- ગેસ બંધ કરી બાદમાં ટામેટા સોસ, ઓરેગાનો અને મીઠું નાખીને મિશ્રણને ઠંડુ થવા દો
- મિશ્રણ ઠંડુ પડી જાય બાદમાં તેમાં ચીઝ નાખીને સારી રીતે મિક્સ કરવું.
- ત્યારબાદ બ્રેડની કિનારી કટ કરી લેવી. બ્રેડને વેલણની મદદથી પાતળી કરવી લેવી.
- હવે તૈયાર મિશ્રણને એકથી દોઢ ચમચી બ્રેડમાં નાખી બધી બાજુથી બ્રેડની કિનારી પર પાણી લગાવી લો અને સામ-સામેની સાઈડ ને દબાવી ને બંધ કરી દો.
- આ રીતે બધી બ્રેડની પોકેટ્સ તૈયાર કરી લેવી.
- હવે એક એક કરીને પોકેટ્સને તેલમાં તળવા માટે નાખો.
- બ્રેડ પિઝા પોકેટ્સ ગોલ્ડન બ્રાઉન થઈ જાય બાદમાં તેને એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે મનપસંદ બ્રેડ પોકેટ્સ પિઝા જેને તમે સોસની સાથે કે ચટણી સાથે ખાઈ શકો છો.