Divyabhaskar.com
Jul 14, 2019, 06:03 PM ISTરેસિપી ડેસ્ક.માલપુઆ એક મીઠી વાનગી છે. જો તમે અત્યારે કંઈક નવી વાગવી બનાવવાનું વિચારી રહ્યાં હો તો તમે માલપુઆ બનાવી શકો છો. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે અને સાથે તેને સહેલાઈથી અને ઝડપથી બનાવી શકાય છે. ઘણાં લોકો રબડીની સાથે માલપુઆ ખાવાનું પસંદ કરતા હોય છે તો આજે અમે તમને જણાવીશું માલપુઆ બનાવવાની સરળ રીત.
સામગ્રી
- 1 કપ મેંદો
- 1/2 કપ મિલ્ક પાવડર
- 2 ચમચી સોજી
- 1/2 કપ વરિયાળી
- 1 કપ દૂધ
ખાંડની ચાસણી માટેની સામગ્રી
- 1 કપ ખાંડ
- 1/2 કપ પાણી
- 1/4 ઈલાયચી પાવડર
બનાવવાની રીત
- સૌથી પહેલાં એક બાઉલમાં મેંદો, મિલ્ક પાવડર, સોજી, વરિયાળી અને દૂધ નાંખીને મિશ્રણ તૈયાર કરી લેવું અને 20 મિનિટ સુધી રાખી મૂકવું.
- ખાંડની ચાસણી બનાવવા માટે એક કઢાઈમાં ખાંડ અને પાણી નાખી 5 મિનિટ સુધી તેને ઊકાળવું અથવા ખાંડ ઓગળી ન જાય તેને ત્યાર સુધી પાણી ઊકાળવું ત્યારબાદ તેમાં ઈલાયચી પાવડર નાખી સારી રીતે મિક્સ કરવું અને ઢાંકણ ઢાકી રાખી મૂકવુ
- કઢાઈમાં જરૂર પ્રમાણે તેલ ગરમ કરવું અને તેમાં એક ચમચામાં મિશ્રણને લઈને પૂરીના આકારમાં ફેરવતા ફેરવતા ધીમે ધીમે નાખવા. હવે માલપુઆ એકબીજુથી બરાબર બ્રાઉન રંગના થઇ જાય તે બાદ તેને બીજી તરફથી તળી લો.
- ત્યારબાદ તેને ખાંડની ચાસણીમાં 5 મિનિટ સુધી રાખવા.
- તો તૈયાર છે ગરમાગરમ માલપુઆ. હવે તેને ડ્રાઈ ફ્રૂટ્સથી ગાર્નિશ કરીને સર્વ કરો.